Gujarat Budget : 15 લાખ યુવાનોની રોજગારી માટે 31,877 કરોડની લોન આપશે

02 July, 2019 02:48 PM IST  |  Gandhinagar

Gujarat Budget : 15 લાખ યુવાનોની રોજગારી માટે 31,877 કરોડની લોન આપશે

Gandhinagar : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રમાં આપણા નાણામંત્રી નીતિન પટેલે 2019-20નું સંપુર્ણ બજેટ રજુ કર્યું. જેમાં પહેલીવાર 2 લાખ કરોડનું બજેટ રજુ કર્યું છે. જે એક ઇતિહાસ છે. નીતિન પટેલે 2,04,815 કરોડનું બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.


સરકાર 15 લાખ યુવાનોને રોજગારી મળે તે માટે 31,877 કરોડની લોન આપશે
વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ રજૂ કર્યું. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી 15 લાખ યુવાઓને રોજગારી મળે તે માટે 31,877 કરોડની લોન રાજ્ય સરકાર આપશે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી 1,25,000 ખેડૂતોને અષાઢી બીજ(4 જુલાઈ)ના દિવસે વીજ જોડાણ આપી દેવાશે.

આ પણ જુઓ : Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા

નલ સે જલયોજના મારફતે 13 હજાર ગામોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે
પાણી બચાવો અભિયાન હેઠળ વોટર ગ્રીડ યોજના નલ સે જલ2020 સુધી 13 હજાર ગામોને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. આ યોજનનામાં 20 હજાર કરોડનો ખર્ચ થશે. જોકે અત્યાર સુધીમાં 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


સરકાર ખેડુતોને કરશે સહાય
સરકાર ખેડુતોને સહાય કરશે. ખેડુતોને ઝીરો ટકાના દરે લોન મળે તેના માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઇ કરવામાં આવશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


દરિયાકાંઠામાં
8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે, ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ કરવા 300 એમ.એલ.ડીના પ્રોજેકટની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે સાથે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. જેમાં 18 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. જેનો 11.34 લાખ ખેડૂતોને લાભ થશે.

આ પણ જુઓ : Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

રાજ્યના 28 લાખ ખેડુતોને સહાય માટે કેન્દ્ર સરકારે 1131 કરોડ ચુકવ્યા
ગુજરાત રાજ્યના ખેડૂતોને સહાય માટે કેન્દ્ર સરકારે કોઇ કચાશ નથી છોડી. કેન્દ્ર સરકારે રાજ્યના 28 લાખ ખેડુતોને સહાય માટે પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા છે.ભારત સરકારે 2 હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

gujarat Nitin Patel