Gujarat Budget: વ્હાલી દીકરી યોજનામાં સરકાર દીકરીને ભણતર માટે 4000 આપશે

02 July, 2019 02:54 PM IST  |  Gandhinagar

Gujarat Budget: વ્હાલી દીકરી યોજનામાં સરકાર દીકરીને ભણતર માટે 4000 આપશે

Gandhinagar : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રમાં આપણા નાણામંત્રી નીતિન પટેલે 2019-20નું સંપુર્ણ બજેટ રજુ કર્યું. જેમાં પહેલીવાર 2 લાખ કરોડનું બજેટ રજુ કર્યું છે. જે એક ઇતિહાસ છે. નીતિન પટેલે 2,04,815 કરોડનું બજેટ રજુ કર્યું છે.


રાજ્ય સરકારે કાયદા, શિક્ષણ, આદિજાતિ વિકાસ અને માહિતી પ્રસારણ પર પણ ધ્યાન આપ્યું છે. માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે 1653 કરોડની ફાળવણી, શિક્ષણ માટે 30045 કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ કરી છે.

સરકાર 'વ્હાલી દીકરી યોજના' હેઠળદીકરી ભણતર માટે 4000ની સહાય કરશે
ગુજરાત સરકાર દીકરીના ભણતર માટે ખાસ ધ્યાન રાખી રહ્યું છે. જેને પગલે 'વહાલી દીકરી યોજના'માં 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજનામાં કુલ 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


કૃષિ, પશુ પાલન અને મત્સ્યોદ્યોગ
ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરવામાં આવશે. રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે.



મત્સ્યોદ્યોગના વિકાસ માટે પણ સરકારે અનેક સહાયની જાહેરાત કરી
મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ અને કેરોસિન સહાય માટે 18 કરોડની જોગવાઈ કરી છે.

આ પણ જુઓ : Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે, 70 હજાર સખી મંડળ બનાવાશે
3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે. નવા 70 હજાર સખી મંડળો બનાવી 700 કરોડનું ધિરાણ અપાશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.



નવી સોલાર રૂફટોપ યોજના 
3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનો 2 લાખ પરિવારોને લાભ મળશે.

આ પણ જુઓ : Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા

પ્રદુષિત પાણીને શુદ્ધ કરવા સરકાર પીપીપી ધોરણ કામ કરશે
આ સિવાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

gujarat gandhinagar Gujarat BJP Nitin Patel Vijay Rupani