આવતી કાલથી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત-પ્રવાસે

24 August, 2025 12:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન ચીનની મુલાકાતમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી ૨૫ અને ૨૬ ઑગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં જાહેરસભા યોજશે એ પહેલાં દોઢ કિલોમીટરનો રોડશો કરશે. વડાપ્રધાન અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે ૫૪૭૭ કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ૨૫ ઑગસ્ટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

૨૯ ઑગસ્ટથી નરેન્દ્ર મોદી જપાન અને ચીનના ૪ દિવસના પ્રવાસે જશે
વડા પ્રધાન ચીનની મુલાકાતમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી ૨૯ અને ૩૦ ઑગસ્ટે જપાનમાં પંદરમા ભારત-જપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે. વડા પ્રધાન તરીકે તેમની જપાનની આ આઠમી મુલાકાત હશે.

gujarat news narendra modi india indian government gujarat gujarat government bharatiya janata party