અમદાવાદ: મુસ્લિમ યોગગુરૂએ કરાવ્યા સરખેજ રોજામાં યોગ

21 June, 2019 05:39 PM IST  | 

અમદાવાદ: મુસ્લિમ યોગગુરૂએ કરાવ્યા સરખેજ રોજામાં યોગ

મહેબૂબ કુરૈશી અને વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો હતો

દુનિયાભરમાં 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીના પ્રભાત તારા મેદાન પર યોગ કરીને ઉજવણી કરી હતી. તો ગુજરાતના સીએમ વિજય રુપાણીએ પણ અમદાવાદમાં યોગ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સભાને સંબોધી હતી અને કહ્યું હતું કે, યોગએ ધર્મ અને જ્ઞાતિ કરતા ઘણું ઉપર છે અને યોગ માટે કોઈ ભેદભાવ કરવો જોઈએ નહી. અમદાવાદના આ મુસ્લિમ યોગગુરુ આ વાતને સાર્થક કરી રહ્યા છે.

મુસ્લિમ યોગ ગુરૂ મહેબુબ કુરૈશીએ 27 વર્ષથી યોગ કરાવે છે

દેશ-વિદેશમાં યોગ શિક્ષા માટે જાણીતા અમદાવાદના મુસ્લિમ યોગગુરૂ મહેબૂબ કુરૈશીએ સરખેજ રોજામાં યોગ કરાવ્યા હતા. મહેબૂબ કુરૈશી છેલ્લા 27 વર્ષથી યોગ કરાવે છે. મહેબૂબ કુરૈશી આ પહેલા ગ્રેટ વોલ ઓફ ચાઈના પર પણ યોગ કરાવી ચૂક્યા છે. ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં આવેલી હેરિટેજ સાઈટ સરખેજના રોજામાં યોગ કરાવ્યા હતા

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં ઉજવ્યો યોગ દિવસ, જુઓ ફોટોઝ

યોગગુરૂ મહેબૂબ કુરૈશી ભાવનગરની ડીઓ કચેરીમાં નિરિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે અને ઘણાં વર્ષોથી તાલીમ આપે છે. મહેબૂબ કુરૈશી અઢળક શૈક્ષણિક તાલીમ સંસ્થાઓના શિક્ષકોને તાલીમ આપી ચૂક્યા છે. વહેલી સવારે સરખેજના રોજામાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને મહેબૂબ કુરૈશીએ લોકોને યોગની તાલીમ આપી હતી.

international yoga day gujarat gujarati mid-day