DPS સ્કૂલ વિવાદ: મંજુલા શ્રોફને કોર્ટની રાહત:7 જાન્યુઆરી સુધી ધરપકડ નહી

14 December, 2019 10:47 AM IST  |  Ahmedabad

DPS સ્કૂલ વિવાદ: મંજુલા શ્રોફને કોર્ટની રાહત:7 જાન્યુઆરી સુધી ધરપકડ નહી

ડીપીએસ સ્કુલ

(જી.એન.એસ.) અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલની સીઈઓ મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને અનીતા દુઆએ ધરપકડથી બચવા માટે હાઈ કોર્ટનું શરણ લીધું હતું. આરોપીઓએ આગોતરા જામીન માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં હાઈ કોર્ટે મંજુલા શ્રોફને વચગાળાની રાહત આપી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવતાં તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

આ કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી. પોતાની ધરપકડથી બચવા આરોપીઓ હાલ ભૂગર્ભમાં હતા ત્યારે હાઈ કોર્ટે મંજુલા શ્રોફને રાહત આપતાં ૭ જાન્યુઆરી સુધી મંજુલાની ધરપકડ નહીં થાય. અગાઉ આરોપીઓ વગદાર હોવાથી કેસની તપાસને અસર પાડી શકે એ પ્રકારની સરકારની રજૂઆતોને ગ્રાહ્ય રાખતાં આ પહેલા જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવી હતી.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

અગાઉ મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનીતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. કોર્ટનું અવલોકન હતું કે આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે. આરોપીઓ વગદાર હોવાથી સાક્ષીઓ સાથે ચેડાં થઈ શકે છે માટે આગોતરા જામીન આપી શકાય નહીં. આગામી દિવસમાં ત્રણેયની ધરપકડ થઈ શકે એવી વકી હતી.

gujarat ahmedabad