અમદાવાદ : સોશિયલ મીડિયામાં છોકરીને હેરાન કરનાર યુવકની ધરપકડ

07 June, 2019 01:16 PM IST  |  અમદાવાદ

અમદાવાદ : સોશિયલ મીડિયામાં છોકરીને હેરાન કરનાર યુવકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં પોલીસે સોશિયલ મીડિયા પર એક છોકરીની છેડતી કરવાના મામલે ધરપકડ કરી છે. અમદાવાદની સાઈબર સેલની ટીમે નિકોલમાંથી આ યુવકની ધરપકડ કરી હતી. આ યુવકની ઉમર 30 વર્ષ છે અને તપાસમાં તેનું નામ સુનિલસિંહ રાજપૂત બહાર આવ્યું છે. સુનિલ સિંહ રાજપુત મધ્ય પ્રદેશનો છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે.

જાણો, કઇ રીતે કરતો હતો યુવતીને પરેશાન

પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે કે આ યુવક કોઈ પણ રેન્ડમ નંબર ડાયલ કરતો હતો અને વાત કરતો હતો. જો ફોન ઉપાડનાર યુવતી હોય તો તેમના નંબર પરથી સોશિયલ મીડિયા પર તેને સર્ચ કરતો હતો અને ત્યાર બાદ તેમને મેસેજ કરતો હતો. સુનિલ યુવતીઓને મેસેજ મોકલતા પહેલા તેની પ્રોફાઈલ જોતો હતો અને ત્યાર બાદ તેમને અભદ્ર મેસેજ કરતો હતો. મહત્વનું એ છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુનિલ સિંહ રાજપુત પરિણીત છે. તો તે આવી યુવતીઓના નંબર તેના મિત્રો સાથે પણ શૅર કરતો અને તેમને હેરાન કરતો હતો.

આ પણ વાંચો: આ પુત્રવધૂ બીમાર સાસુને સાચવવાની જગ્યાએ સુવડાવતી રાખતી ઘરની બહાર

સાઇબર સેલના પોલીસ અધિકારીએ શું કહ્યું

સાઈબર સેલના એસીપી, જીતેન્દ્ર યાદવે કહ્યું હતું કે, સુનિલ રાજપૂતના ફોનમાંથી 20 જેટલા નંબર મળી આવ્યા હતા. યાદવે કહ્યું હતું કે, અભદ્ર મેસેજ મળતા હોવાની યુવતીએ ફરીયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસની સાઈબર સેલની ટીમે આ યુવકને શોધી કાઢ્યો હતો. આ યુવતીના ફોન પર અલગ અલગ નંબર વોઈસ મેસેજ, વીડિયો કોલ આવતા હતા.

ahmedabad gujarati mid-day