ગીરના સિંહનો હવે ભાવનગરમાં થશે ઈલાજ, લાયન કેર સેન્ટરની શરૂઆત

10 June, 2019 09:14 PM IST  |  ભાવનગર

ગીરના સિંહનો હવે ભાવનગરમાં થશે ઈલાજ, લાયન કેર સેન્ટરની શરૂઆત

ગીરના જંગલમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની રહસ્યમય મોતની ઘટનાઓ બની રહી છે. ત્યારે હવે રાજ્યમાં સિંહની સારવાર માટે વધુ એક લાયન કેર સેન્ટરની શરૂઆત થઈ છે. ભાવનગર જિલ્લામાં વન મંત્રી ગણપત વસાવાએ નવા લાયન કેર સેન્ટરની શરૂાત કરાવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિંહ ગીરના જંગલોમાંથી અમરેલી અને બાદમાં ભાવનગર જીલ્લામાં પણ પહોંચી રહ્યા છે. તેનું મુખ્ય કારણ છે. ભાવનગર જીલ્લામાં આવેલ શેત્રુજી નદીનો કિનારો સિંહ માટે અનુકુળ વિસ્તાર છે. એક અંદાજ એવો પણ છે કે ભાવનગરના તળાજા-મહુવા-પાલીતાણા-ગારીયાધાર તથા જેસરના વિસ્તારોમાં સિંહ વસવાટ કરી રહ્યા છે. 2005માં થયેસી સિંહની વસતી ગણતરીમાંભાવનગર જીલ્લામાં 14 સિંહો હતા. ત્યારબાદ સંખ્યા વધીને 32ની થઈ અને હાલ 60 જેટલા સિંહો જીલ્લામાં નોંધાયા છે.

ફક્ત સિંહ જ નહીં ભાવનગર જિલ્લામાં દીપડા, ઝરખ જેવા વન્યજીવો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ વન્ય જીવોની હાજરીને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા પાલિતાણામાં ભાવનગર અને અમરેલી જીલ્લાનું અલગ વાઈલ્ડલાઈફ ડીવિઝન પણ ઉભું કરાયું છે. જીલ્લામા વસતા વન્યપ્રાણીઓને અને ખાસ કરીને સિંહો તાકીદે સારવાર માટે પાલીતાણા તાલુકાના વડાલ ગામ નજીક એશિયાટિક લાઈન કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગીરઃઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક

વડાલ ખાતે રૂપિયા બે કરોડના ખર્ચે એશિયાટિક લાઈન કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, જ્યાં સિંહ સાથે અન્ય વન્યપ્રાણીઓને સારવાર માળી રહે તે માટેની તમામ સવલતો સ્ટાફ સાથે ઉપલબ્ધ છે. રેસ્ક્યુ કરાયેલ કે બીમાર સિંહ તેમજ અન્ય વન્યપ્રાણીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે આહી 24 કલાક સ્ટાફ હાજર રહેશે. આ ઉપરાંત આગામી સમયમાં આહી લોહી અને યુરિન ટેસ્ટ માટેની લેબોરેટરી અને સ્ટાફ તૈનાત કરાશે. આ લાયન કેર સેન્ટરમાં એક સાથે ૬ વન્યપ્રાણીઓને રાખવાની સુવિધા છે. તે

bhavnagar gujarat news