ગીરઃઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક

Published: Apr 19, 2019, 13:46 IST | Bhavin
  • ગીરના સિંહ એ ગુજરાતની શાન છે. જે ગુજરાતને આખા વિશ્વમાં મુટ્ઠી ઉંચેરું સ્થાન અપાવે છે. એશિયાટિક લાયન માત્ર ગીરમાં જોવા મળે છે. 

    ગીરના સિંહ એ ગુજરાતની શાન છે. જે ગુજરાતને આખા વિશ્વમાં મુટ્ઠી ઉંચેરું સ્થાન અપાવે છે. એશિયાટિક લાયન માત્ર ગીરમાં જોવા મળે છે. 

    1/14
  • આજકાલ જંગલમાં માનવોની અવરજવર વધવાને કારણે સિંહ માનવવસ્તીમાં પણ વારંવાર દેખાય છે. પરંતુ જંગલમાં આ રાજાનો રુઆબ જ અનેરો હોય છે. 

    આજકાલ જંગલમાં માનવોની અવરજવર વધવાને કારણે સિંહ માનવવસ્તીમાં પણ વારંવાર દેખાય છે. પરંતુ જંગલમાં આ રાજાનો રુઆબ જ અનેરો હોય છે. 

    2/14
  • ગીરના જંગલમાં સિંહને જોવાનો લહાવો ચૂકવા જેવો નથી. જો કે જંગલમાં જાવ એટલે સિંહ જોવા મળે એ પણ જરૂરી નથી. એટલે જ ગેરકાયદે સિંહ દર્શનના કિસ્સા પણ વધી રહ્યા છે. 

    ગીરના જંગલમાં સિંહને જોવાનો લહાવો ચૂકવા જેવો નથી. જો કે જંગલમાં જાવ એટલે સિંહ જોવા મળે એ પણ જરૂરી નથી. એટલે જ ગેરકાયદે સિંહ દર્શનના કિસ્સા પણ વધી રહ્યા છે. 

    3/14
  • કહેવાય છે કે સિંહ ક્યારેય શિકાર નથી કરતા. જો કે તેમ છતાંય સિંહની ડણકથી ભલ ભલા પ્રાણીઓતો શું માનવીના પણ છક્કા છૂટી જાય છે. 

    કહેવાય છે કે સિંહ ક્યારેય શિકાર નથી કરતા. જો કે તેમ છતાંય સિંહની ડણકથી ભલ ભલા પ્રાણીઓતો શું માનવીના પણ છક્કા છૂટી જાય છે. 

    4/14
  • આ પ્રાણી સામાન્ય રીતે શિયાળામાં જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળામાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. 

    આ પ્રાણી સામાન્ય રીતે શિયાળામાં જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળામાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. 

    5/14
  • સિંહ મોટા થઈ જાય પછી તેની આંખની ચમકથી જ લોકો ડરી જતા હોય છે. પરંતુ સિંહના બચ્ચા તો ક્યૂટ જ લાગતા હોય છે. 

    સિંહ મોટા થઈ જાય પછી તેની આંખની ચમકથી જ લોકો ડરી જતા હોય છે. પરંતુ સિંહના બચ્ચા તો ક્યૂટ જ લાગતા હોય છે. 

    6/14
  • લો આંખોની વાત કરીને આંખોની ચમક જ જોઈ લો. આંખો પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે,  કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે

    લો આંખોની વાત કરીને આંખોની ચમક જ જોઈ લો. આંખો પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, 

    કેવી એની આંખ ઝબૂકે
    વાદળમાંથી વીજ ઝબૂકે
    જોટે ઊગી બીજ ઝબૂકે
    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે
    જોગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે
    ટમટમતી બે જ્યોત ઝબૂકે

    7/14
  • તો આ ફોટો માટે પણ મેઘાણી સાહેબ પંક્તિઓ લખીને જ ગયા છે.  જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ લસ કરતા જીભ ઝુલાવે.

    તો આ ફોટો માટે પણ મેઘાણી સાહેબ પંક્તિઓ લખીને જ ગયા છે. 

    જડબાં ફાડે !

    ડુંગર જાણે ડાચાં ફાડે !
    જોગી જાણે ગુફા ઉઘાડે !
    જમરાજાનું દ્વાર ઉઘાડે !
    પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
    બરછી સરખા દાંત બતાવે
    લસ લસ કરતા જીભ ઝુલાવે.

    8/14
  • કેટલાક મહિના પહેલા ગીરમાં સિંહના એક બાદ એક મોતને કારણે ચકચાર મચી હતી. એક બાદ એક 20થી વધુ સિંહના મોતની ઘટના સામે આવી હતી. 

    કેટલાક મહિના પહેલા ગીરમાં સિંહના એક બાદ એક મોતને કારણે ચકચાર મચી હતી. એક બાદ એક 20થી વધુ સિંહના મોતની ઘટના સામે આવી હતી. 

    9/14
  • ગીરના જંગલમાં સિંહના મોતની ઘટના હાઈકોર્ટ સુધી પહોંચી હતી. હાઈકોર્ટે સિંહના મોત અંગે તંત્રને ફટકાર પણ લગાવી હતી. 

    ગીરના જંગલમાં સિંહના મોતની ઘટના હાઈકોર્ટ સુધી પહોંચી હતી. હાઈકોર્ટે સિંહના મોત અંગે તંત્રને ફટકાર પણ લગાવી હતી. 

    10/14
  • વેકેશન શરૂ થયું છે, ત્યારે ગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. જો કે આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 

    વેકેશન શરૂ થયું છે, ત્યારે ગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. જો કે આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 

    11/14
  • જૂનથી ઓક્ટોબર મહિના સુધી ગીરનું સિંહ અભયારણ્ય બંધ રહે છે. આ દરમિયાન સિંહની મેટિંગ સિઝન હોવાથી અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. 

    જૂનથી ઓક્ટોબર મહિના સુધી ગીરનું સિંહ અભયારણ્ય બંધ રહે છે. આ દરમિયાન સિંહની મેટિંગ સિઝન હોવાથી અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. 

    12/14
  • ગીરમાં જંગલ સફારી માટે માત્ર 30 મિનિટ પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી શકાય છે. પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગે નિયમ કેટલાક સમય પહેલા જ બદલ્યો છે. 

    ગીરમાં જંગલ સફારી માટે માત્ર 30 મિનિટ પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી શકાય છે. પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગે નિયમ કેટલાક સમય પહેલા જ બદલ્યો છે. 

    13/14
  • આ નવા નિયમો અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે કેન્સલ પરમિટની સામે વેઇટિંગ લિસ્ટમાં નામ ધરાવતા પ્રવાસીઓને પરમિટ આપવામાં આવશે.

    આ નવા નિયમો અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે કેન્સલ પરમિટની સામે વેઇટિંગ લિસ્ટમાં નામ ધરાવતા પ્રવાસીઓને પરમિટ આપવામાં આવશે.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

ગીર એકમાત્ર એવું જંગલ છે, જ્યાં એશિયાટિક સિંહ જોવા મળે છે. સિંહની એક ઝલક જોવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લે છે. પરંતુ આ તો જંગલનો રાજા છે, દરેકને જોવા ન મળે. એટલે જ અમે તમારા માટે લાવ્યા છીએ સિંહને કેટલીક શાનદાર તસવીરો (તસવીર સૌજન્યઃપ્રણવ નાયક, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK