ભાનુશાળી હત્યા કેસઃભાજપના આ નેતાને કારણે થઈ છબીલ પટેલની ધરપકડ

14 March, 2019 09:59 PM IST  | 

ભાનુશાળી હત્યા કેસઃભાજપના આ નેતાને કારણે થઈ છબીલ પટેલની ધરપકડ

મુખ્ય આરોપી છબીલ પટેલ

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી અને ભાજપના જ નેતા છબીલ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. હત્યાના મુખ્ય કાવતરાખોરના આરોપી છબીલ પટેલે 66 દિવસ બાદ સરન્ડર કર્યું છે. છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ ભાનુશાળીએ પણ શનિવારે સરન્ડર કર્યું હતું. જો કે આ કેસમાં છબીલ પટેલને પોલીસમાં સરન્ડર કરવા પાછળ ભાજપના ગુજરાતી રાષ્ટ્રીય નેતાનું ભેજું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ભાનુશાળી કેસમાં છબીલ પટેલને સરન્ડર કરવા માટે ભાજપના જ એક મોટા નેતાએ સમજાવ્યો છે. હકીકતમાં તો જયંતી ભાનુશાળીની હત્યા બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણ કેટલી હદે છે, તે સામે આવ્યું હતું. પરિણામે પક્ષની પણ બદનામી થઈ. આખરે પક્ષના હાઈકમાન્ડે હસ્તક્ષેપ કરીને ગુજરાત ભાજપના નેતાને આ કેસની જવાબદારી સોંપી. આખરે ગુજરાત ભાજપના આ નેતાએ જ છેલ્લા કેટલાક દિવસોમાં છબીલ પટેલ સાથે સંપર્ક કરી તેને સમજાવ્યો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના આ નેતા જ પહેલા છબીલ પટેલના પરિવાર પછી પુત્ર દ્વારા મુખ્ય આરોપી સુધી પહોંચ્યા હતા. સામે છબીલ પટેલને પણ ભારતમાં પાછા આવવું હતું પરંતુ પોતાને કે પરિવારનું જીવન ન જોખમાય તેની ચિંતા હતી. આખરે ભાજપના જ આ સિનિયર નેતાએ તેને ખાતરી આપતા છબીલ પટેલ હાજર થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થાય તેવી શક્યતા

છબીલ પટેલની આજે સવારે જ સીટે ધરપકડ કરી છે. છબીલ પટેલ જેવો વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની ચાલી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. હત્યા બાદ જયંતી ભાનુશાળીના પરિવારે છબીલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા.

gujarat news Crime News