રથયાત્રા પર થઈ શકે છે અમી છાંટણાં

29 June, 2022 10:23 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, ખેડા, વડોદરા, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજથી ચાર દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

અમદાવાદ : ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ નાનાં-મોટાં શહેરોમાંથી ૧ જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળશે ત્યારે આ રથયાત્રા પર અમી છાંટણાં થઈ શકે છે અને ખુદ મેઘરાજા પણ રથયાત્રામાં હાજરી પુરાવી શકે છે, કેમ કે હવામાન વિભાગે અગામી ચાર દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. 
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ૩૦ જૂન તેમ જ ૧ અને ૨ જુલાઈના રોજ તેમ જ ડાંગમાં બીજી જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ખેડા, વડોદરા, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજથી ચાર દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૯ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં વાપી તાલુકામાં ૫૭ મિલીમીટર એટલે કે બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પારડી, ઉમરપાડા, ગારિયાધાર તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

gujarat news gujarat ahmedabad