અમદાવાદ સ્ટેશને બહારથી આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ

02 April, 2021 05:12 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના આરોગ્ય વિભાગે કોરોના-સંક્રમણ અટકાવવા તાજેતરમાં એવો નિર્ણય કર્યો હતો

અમદાવાદ રેલવે-સ્ટેશને ગઈ કાલે આરટીપીસીઆર ચેકિંગ હાથ ધરાયું હતું અને કેટલાક પ્રવાસીઓની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી

આરટી-પીસીઆરની નેગેટિવ ટેસ્ટ વિના ગુજરાતમાં અન્ય રાજ્યના મુસાફરોને પ્રવેશ નહીં મળે એવા ગુજરાત સરકારે કરેલા નિર્ણયનો ગઈ કાલથી અમદાવાદ સહિત ગુજરાતમાં અમલ શરૂ થયો છે. અમદાવાદ રેલવે-સ્ટેશને ગઈ કાલે બહારથી આવતા મુસાફરોનુ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને ૨૫ શંકાસ્પદ મુસાફરોની રેલવે-સ્ટેશન પર જ કોરોના-ટેસ્ટ કરીને તમામ મુસાફરોને ક્વૉરન્ટીન કરાયા હતા.

ગુજરાતના આરોગ્ય વિભાગે કોરોના-સંક્રમણ અટકાવવા તાજેતરમાં એવો નિર્ણય કર્યો હતો કે દેશનાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી હોય અને એનો રિપોર્ટ નેગેટિવ હોય એવી વ્યક્તિને જ ગુજરાતમાં પ્રવેશ મળશે. આ નિર્ણયનો અમલ ગઈ કાલથી ગુજરાતમાં શરૂ થયો છે.

gujarat gujarat news ahmedabad