રાજ્યના 70 ધારાસભ્યોને ITની નોટિસ, માગ્યો ખુલાસો

18 July, 2019 02:44 PM IST  |  ગાંધીનગર

રાજ્યના 70 ધારાસભ્યોને ITની નોટિસ, માગ્યો ખુલાસો

ગુજરાત વિધાનસભા

આવકવેરા વિભાગે રાજ્યના 70 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગે 70 ધારાસભ્યોને નોટિસ આપીને આવક વેરા રિટર્ન અને વિધાનસભા ચૂંટણી દરમિાયન કરેલા સોગંદનામામાં તફાવતને લઈ ખુલાસો માગ્યો છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ વાતને સમર્થન આપતા તમામ ધારાસભ્યોને તમામ પ્રક્રિયા પૂરી કરવા નિર્દેશ આપ્યા છે.

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર છે કે એક સાથે વિધાનસભાના 70 ધારાસભ્યોને આવકવેરા વિભાગે નોટિસ ફટાકરી હોય અને આવકવેરા રિટર્ન તેમજ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કરેલા સોગંદનામામાં તફાવતને લઈ જવાબ માગ્યો હોય. જો કે ધારાસભ્યોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખતા આવકવેરા વિભાગે આ નામ સાર્વજનિક નથી કર્યા, પરંતુ આ 70ની યાદીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ધારાસભ્યોએ આ નોટિસનો જવાબ આપવા માટે વધુ સમયની માગ કરી છે.

આ પણ જુઓઃ Kaajal Oza Vaidya: એક એવા લેખિકા જે પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે છે જાણીતા

બીજી તરફ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે જાહેર જીવનમાં હોવાને કારણે ધારાસભ્યોની જવાબદારી છે કે તે આ પ્રકારની પ્રક્રિયાઓને યોગ્ય સમયમાં જપૂરી કરે. ચૂંટણી પંચે બનાવેલી ટીમે આ ધારાસભ્યોના સોગંદનામા ચેક કરીને સોગંદનામા અને આવક વેરા રિટર્નનો તફાવત પકડ્યો હતો.

gujarat gandhinagar Vijay Rupani news