ગુજરાતમાં 60% મહિલાઓ હેર સ્ટાઇલ ન બગડે એટલે હેલ્મેચ નથી પહેરતી

15 September, 2019 03:15 PM IST  |  Ahmedabad

ગુજરાતમાં 60% મહિલાઓ હેર સ્ટાઇલ ન બગડે એટલે હેલ્મેચ નથી પહેરતી

રોડ સેફ્ટી માટે ટ્રેનીંગ આપવામાં આવી

Mumbai : હેલ્મેટ પહેરવું ફરજીયાત છે પરંતુ 60થી 70 ટકા મહિલાઓ પોતાના વાળ વિખેરાઈના જાય તેના ભયથી હેલ્મેટ નથી પહેરતી. તે ફક્ત દુપટ્ટાનો જ સહારો લે છે. બૉય્ઝ ડ્રાઈવ પર થ્રીલ માણવામાં અને ગર્લ્સ ટ્રાફિક રૂલ્સના અભાવે તેમજ સિસ્ટમથી ચલાવવાના અભાવે એક્સિડન્ટનો ભાગે બને છે. ઉપરોક્ત વાત એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજમાં આવેલા રોડ સેફ્ટી વર્કશોપ ટ્રેઈનર ઉર્મી નંદીએ કહી હતી. એલ.ડી. એન્જિનીયરીંગ કોલજેના એનએસએસ ગ્રૂપ દ્વારા અવેરનેસના ભાગરૂપે આ ટૉક યોજાઈ હતી.

લોકો અત્યારે સેફ્ટી માટે નહીં પણ પોલિસથી બચવા હેલ્મેટ પહેરે છે
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવ્યું હતું. લોકો પોતાની સેલ્ફ સેફ્ટી માટે નહીં પરંતુ પોલિસથી બચવા માટે જ હેલ્મેટ પહેરતા હોય છે. કેટલાક માથા પર કન્સ્ટ્રક્શન સાઈટ પરના હેલ્મેટ પહેરતા હોય છે. જે ડ્રાઈવ કરતી વખતે સેફ નથી. ખાસ કરીને બૉય્ઝ 70 ટકા એક્સિડન્ટનો ભોગ બને છે જ્યારે ગર્લ્સ 30 ટકા. ખાસ કરીને અત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટના કારણે ગર્લ્સમાં પહેલા કરતા ટ્રાફિક સિમ્બોલ, રૂલ્સ વગેરેને લઈને અવેરનેસ જોવા મ‌ળી છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

વિશ્વમાં 3,500 લોકો રોજ એક્સિડન્ટનો ભોગ બને છે
તેમણે આ ટૉકમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 7 હજાર લોકો વર્ષે એક્સિડન્ટનો ભોગ બને છે. જ્યારે ઈન્ડિયામાં આ આંકડો 1.5 લાખ સુધી પહોંચે છે. જ્યાં વર્ષે આટલા લોકો એક્સિડન્ટનો શિકાર બને છે. તેમાં પણ ખાસ કરીને 18થી લઈને 35 વર્ષ વચ્ચેના યુવાનો વધારે ભોગ બને છે. વિશ્વમાં 3,500 લોકો રોજ બેદરકારીના કારણે એક્સિડન્ટનો ભોગ બને છે.

gujarat ahmedabad