મારૂ સૌભાગ્ય છે કે મા નર્મદાના દર્શન અને પુજાનો અવસર મળ્યો : PM મોદી

17 September, 2019 02:40 PM IST  |  Kevadia

મારૂ સૌભાગ્ય છે કે મા નર્મદાના દર્શન અને પુજાનો અવસર મળ્યો : PM મોદી

Kevadia : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 69મો જન્મ દિવસ ગુજરાતવાસીઓ સાથે ઉજવી રહ્યા છે. દરમ્યાન મોદીએ નર્મદા નીરના વધામણા કર્યા બાદ જાહેર સભામાં ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં 'નમામિ દેવી નર્મદે અને કેમ છો' કહીને જાહેરસભાની શરૂઆત કરી હતી અને આવજો કહીને સંબોધન પૂર્ણ કર્યું હતું. પીએમ મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે આ મંચ પર બેઠો હતો. થોડું મગજ મારું જૂના જમાનાની યાદોમાં જતુ રહ્યું હતું. મને મનમાં થતું હતું કે, આજે મારા હાથમાં કેમેરો હોત. અને ઉપરથી દ્રશ્ય જોતો હતો કે, આજે કેવડિયામાં જલસાગર અને જનસાગરનું મિલન થયું છે. ફોટોગ્રાફી કરનારને આવું દ્રશ્ય બહુ ઓછું જોવા મળે છે. મારૂ સૌભાગ્ય છે કે, મા નર્મદાના દર્શન અને પૂજાનો અવસર મળ્યો છે.


મારા તમામ ગુજરાતીવાસીઓને શુભેચ્છા પાઠવુ છું
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમામ ગુજરાતીવાસીઓને નર્મદા ઉત્સવના આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. દેશના ચાર રાજ્યોને જનતા અને ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. કેવડિયામાં પ્રકૃતિ અને વિકાસનો અનુભવ થયો છે. અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશિર્વાદ આપતી નજર આવે છે.

આ પણ જુઓ : જન્મ દિવસે આવો છે પીએમ મોદીનો અંદાજ, જુઓ ફોટોઝ

જાણો, વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં શું કહ્યું

1)  એક સમયે નર્મદા ડેમ 122 મીટર ભરાયો હોય તેને મોટી સિદ્ધી મનાતી હતી. આજે 138 મીટર ભરાવું મોટી સિદ્ધી છે.

2)  આજની સિદ્ધીએ પહોંચાડવા માટે સામાન્યમાં સામાન્ય માણસનું પણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત અનેક સંગઠનો અને સાધુ સંતોનું પણ યોગદાન રહ્યું છે.

3)  તળાવો, ઝીલો અને નદીઓ સાફ સફાઇનું કામ થઇ રહ્યું છે. આવનારા દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થવાનું છે.

4)  આજની પ્રેરણા હેઠળ જળ જીવન મિશન આગળ વધવાનું છે.

5)  લોક ભાગીદારીના પ્રયોગો, લોકભાગીદારીથી જોડાયેલા કામોને આગળ વધારવાના છે, ગુજરાતના ગામેગામમાં જનભાગીદારીથી કામો થઇ રહ્યા છે.

6)  આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મા નર્મદાની કૃપા થઇ રહી છે. પહેલાં સપ્તાહો સુધી પાણી મળતું ન હતું. ગોળીઓ પણ ચાલતી હતી. પાણીના રમખાણ થતા હતા.

7)  એક સમયે પાણી માટે 10 કિલોમીટર સુધી ચાલતા જવું પડતું હતું અને પશુધન લઇને સેંકડો કિલોમીટર જવું પડતું હતું.

8)  મને યાદ છે વર્ષ-2000માં ભયંકર ગરમીમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિંદુસ્તાનમાં પહેલી વખત પાણીની ટ્રેન ચલાવી પડતી હતી.

9)  મને અહીંની જવાબદારી આપી હતી, ત્યારે તે પડકાર હતો. ડેમ, કેનાલ, સિંચાઇ માટે આગળ વધાવવાનું હતું. 150 કિ.મી. જ કામ થયું હતું, સિંચાઇનું કામ અટકી પડ્યું હતું પણ ગુજરાતના લોકોએ હિંમત ન હારી.

આ પણ જુઓ : ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ

10) આજે સિંચાઇનું વ્યાપક નેટવર્ક 100 ગુણી જમીન સિંચાઇના દાયરામાં લાવી દીધું છે.

11) પહેલાં 14,000 હેક્ટરમાં સિંચાઇની સુવિધા હતી અને માત્ર 8,000 ખેડૂતો લાભ લેતા હતા. ટપક સિંચાઇ, માઇક્રો સિંચાઇનું ધ્યાન આપ્યું હતું. હવે 12 લાખ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

12) નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાના ખેડૂતોના કારણે શક્ય બન્યું, માઇક્રો ઇરીગેશનના કારણે 50 ટકા પાણીની બચત થઇ, 25 ટકા ફર્ટીલાઇઝરનો બચત થઇ, વીજળીની બચત થઇ.

13) કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે મેં કહ્યું હતું કે, પારસ સાબિત થશે અને આજે ગુજરાત માટે નર્મદાનું પારસ સિદ્ધ થઇ રહ્યું છે.

14) નર્મદાનું પાણી નહીં પણ પારસ છે, પાણી માટીને અડે છે, ત્યારે સોનું બનાવી દે છે.

15) 2001માં ગુજરાતમાં 26 ટકા ઘરોમાં નળથી પાણી આવતું હતું, આજે 78 ટકા ઘરોમાં નળથી પાણી આવી છે. હર ઘર જલનો લક્ષ્યાંક પાર કરવાનો છે.

gujarat narendra modi