ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર, તોડ્યો વર્ષોનો રેકોર્ડ

10 June, 2019 11:07 AM IST  |  અમદાવાદ

ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર, તોડ્યો વર્ષોનો રેકોર્ડ

ગુજરાતમાં ભીષણ ગરમી

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. એમાં પણ છેલ્લા આઠ થી દસ દિવસમાં પારો 44ને પાર થઈ ગયો છે. ગરમીના કારણે હિટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા નવ દિવસમાં માત્ર અમદાવાદમાં જ એક હજારથી વધુ લોકો હિટ સ્ટ્રોકના શિકાર થયા છે. તંત્રએ ભીષણ ગરમીને જોતા અઠવાડિયાના સાતેય દિવસ તમામ મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરને ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગરમીએ તોડ્યો રેકોર્ડ

ગુજરાતમાં આ વર્ષે પડી રહેલા ભીષણ ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગરમીના લીધે અત્યાર સુધીમાં પાંચથી વધુ લોકોના મોત થઈ ગયા છે. હજારો લોકો ગરમી સંબંધિત રોગોની ચપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં ગરમીનો પારો 45ને પાર જતા તંત્રએ રેડ અલર્ટ જાહેર કર્યો છે.

અમદાવાદમાં રેડ અલર્ટ

મહાનગરપાલિકાના અધિકારીઓ પ્રમાણે અમદાવાદમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને હિટ સ્ટ્રોકથી બચાવવા માટે છાશનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઠંડા પદાર્થોનું સેવન કરે અને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તરત જ નજીકના હેલ્થ સેન્ટર જાય.

સરકાર પણ ગરમીથી કઈ રીતે બચી શકાય તે માટે અખબારો અને ટીવી ચેનલો પર જાહેરાત આપી રહી છે. રાજ્યમાં તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 12-13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

ઈમરજન્સી કેસમાં થયો વધારો
અમદાવાદમાં ગરમીને પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રવિવારે 128 લોકો બેભાન થઈ ગયા હતા. જેમને 108 ઈમરજન્સી સેવા દ્વારા હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાએ આપેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 9 દિવસમાં અમદાવાદમાં 1065 લોકો હિટ સ્ટ્રોકનો શિકાર થયા છે. 108ને આવતા ફોનની સંખ્યામાં પણ સતત વધારો થયો છે.

gujarat ahmedabad