12-13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

Updated: Jun 11, 2019, 10:49 IST | ગાંધીનગર

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે

કચ્છમાં ભારે વરસાદની આગાહી
કચ્છમાં ભારે વરસાદની આગાહી

કેરળમાં વિધિવત્ રીતે ૮ જૂને ચોમાસું બેસી ગયું છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ સામાન્ય રીતે ૧૫ દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વખતે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ૧૨થી ૧૩ જૂનના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. જોકે અરબી સમુદ્રમાં ઊભું થયેલું લો પ્રેશર વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે હવામાન વિભાગ આખી સિસ્ટમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ગુજરાતમાં ચોમાસું વધારે પાછળ ધકેલાઈ શકે છે.

હવમાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશર ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૧ જૂનથી વાતાવરણમાં પલટો આવશે, જે બાદ ૧૨ અને ૧૩ જૂનના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી ૯ જૂને ગુજરાતના જિલ્લાઓ દમણ અને દાદરાનગર હવેલી વિશે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આણંદ અને બરોડા જિલ્લામાં ૧૨ અને ૧૩ જૂને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ૧૧થી ૧૩ જૂન દરમ્યાન ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : ભાવનગરમાં લૂ લાગવાથી 1નું મોત, અમદાવાદમાં રેડ એલર્ટ

આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK