અમદાવાદ:BMW હિટ એન્ડ રન કેસમાં વિસ્મયની અરજી પર હાઇકોર્ટ ચુકાદો આપી શકે

11 November, 2019 02:59 PM IST  |  Ahmedabad

અમદાવાદ:BMW હિટ એન્ડ રન કેસમાં વિસ્મયની અરજી પર હાઇકોર્ટ ચુકાદો આપી શકે

વિશ્મય શાહ (PC : Jagran)

ગુજરાતમાં અમદાવાદના બહુ ચર્ચિત બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી વિસ્મય શાહ આજે શહેરમાં ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં વિસ્મય શાહે કરેલી અરજી પર ચુકાદો આવે તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઇએ કે ફેબ્રુઆરી વર્ષ 2013 માં વસ્ત્રાપુર પાસે જજીસ બંગલા નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવાનો રાહુલ પટેલ અને શિવમ દવેના મોત થયા હતા. આ ઘટના તે સમયે રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ કેસમાં વિસ્મય શાહને વર્ષ 2015માં અમદાવાદ સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 5 વર્ષની સજા જાહેર કરી હતી.

સજા ઘટાડવાને લઇને વિસ્મય શાહે કોર્ટમાં અરજી કરી હતી
કોર્ટે ફટકારેલી સજા બાદ આરોપી વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.

આ પહેલા 21 ઓક્ટોબરના રોજ ચુકાદો આપવાનો હતો પણ તેમાં વિલંબ થયો
તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર મહિનામાં જસ્ટિસ સોનિયા ગોકાણીએ વિસ્મયની અરજી તેમજ મૃતક રાહુલના પરિવારે વિસ્મયની સજામાં વધારો કરવા કરેલી અરજી પર સુનાવણી પૂરી કરી હતી. હાઈકોર્ટ અરજી પર 21 ઓક્ટોબરે ચુકાદો આપવાની હતી પરંતુ તેમાં વિલંબ થયો છે.

આ પણ જુઓ : Ahmedabad : પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા યોજાયેલી રેલીમાં બાળકો અને મહિલાઓ જોડાયા

આ ઘટનામાં બંને યુવકોનું મોત થતાં વિસ્મય શાહની ધરપકડ થઈ હતી. જેમાં તેને 13 મહિના જેલ જવું પડ્યું હતું અને 31 માર્ચ 2014ના રોજ સુપ્રીમ કોર્ટે જામીન આપતાં મુક્ત થયો હતો. જોકે 28 મહિના ચાલેલી કેસની સુનાવણી બાદ મિરઝાપુર કોર્ટે 13 જુલાઈ 2015ના રોજ 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી 22 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાં વિસ્મયનો જેલવાસ પૂરો થયો હતો.

gujarat ahmedabad Crime News