ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

14 August, 2020 03:25 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે

ગુજરાત રાજ્યમાં વરસાદ બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે અને કહ્યું છે કે, રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય છે.

રાજ્યમાં અત્યારે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના પરિણામે ભારે વરસાદ પડશે. લૉ પ્રેશર અને બે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ક્યાં વિસ્તારમાં ક્યારે પડી શકે છે વરસાદ:

14 ઑગસ્ટ - કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ખેડા,અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ

15 ઑગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ

16 ઑગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ

17 ઑગસ્ટ - કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા

જો આજની વાત કરીએ તો, આજે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 182 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 7.4 ઇંચ સુધી જ્યારે 54 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે.

ગત ચોવીસ કલાકની વાત કરીએ તો, રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસદા વરસ્યો છે. જેમાંથી 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 65 તાલુકામાં 2થી 3.8 ઇંચ અને 55 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે.

gujarat Gujarat Rains ahmedabad gandhinagar saurashtra kutch surat bharuch