સતત ચોથા દિવસે પણ ટેમ્પરેચર સિંગલ ડિજિટ

14 January, 2022 08:22 AM IST  |  Mumbai | Rashmin Shah

ગુજરાતનું મિનિમમ ઍવરેજ ટેમ્પરેચર ગઈ કાલે ૭.૯ ડિગ્રી નોંધાયું હતું, જે આ સીઝનનું સૌથી મિનિમમ ટેમ્પરેચર છે. હાડ ગાળી નાખતી ઠંડીની અસર હજી પણ ગુજરાતમાં ૭૨ કલાક રહેવાની છે

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ : સોમવારથી ગુજરાતમાં શરૂ થયેલી હાડગાળ ઠંડી ગઈ કાલે પણ ચાલુ રહી હતી. ગઈ કાલે ગુજરાતનાં ૧૬ શહેરોનાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટલમાં નોંધાયાં હતાં. ગઈ કાલનો દિવસ ગુજરાતનો આ સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો અને ગુજરાતનું મિનિમમ ઍવરેજ ટેમ્પરેચર ઘટીને છેક ૭.૯ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૭૨ કલાક સુધી હજી પણ આ ઠંડી યથાવત્ રહેશે.
ગુજરાતમાં અત્યારે પડતી ઠંડીની સૌથી અસરકારક વાત જો કોઈ હોય તો એ કે દિવસ દરમ્યાન પણ ઠંડી અકબંધ રહે છે જેને લીધે મહત્તમ તાપમાન પણ વધતું નથી. સામાન્ય ઉદાહરણ તરીકે સમજાવવું હોય તો કહી શકાય કે મુંબઈમાં જે મિનિમમ ટેમ્પરેચર રાતે હોય છે એ અત્યારે ગુજરાતમાં દિવસ દરમ્યાન હોય છે. ગુજરાત હવામાન વિભાગનાં મનોરમા મોહંતીએ કહ્યું કે અત્યારે લઘુતમ તાપમાનની સાઇકલ પણ ચેન્જ થઈ છે, જેને લીધે મોડી રાત કરતાં વહેલી સવારની ઠંડી વધારે અસરકારક રહે છે.
    ગુજરાતના કંડલા, ભુજ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, વડોદરા, જૂનાગઢ, બોટાદ, પાલિતાણા, વઢવાણ અને જામનગરનું લઘુતમ તાપમાન ગઈ કાલે ૯ ડિગ્રીથી પણ ઓછું નોંધાયું હતું, જેને લીધે બેઠા ઠારની સીધી અસર વર્તાતી હતી.

gujarat news ahmedabad gujarat