ગુજરાતી સાહિત્ય જગતની હસ્તીઓએ મહેન્દ્ર મેઘાણીને અર્પી શ્રદ્ધાંજલિ

04 August, 2022 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શતકમાં પ્રવેશી પંચમહાભૂતમાં વિલિન થયેલા મહેન્દ્ર મેઘાણી પુસ્તકઋષિ તરીકે જ ઓળખાતા હતા.

મહેન્દ્ર મેઘાણી

મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે ગત રોજ એટલે કે 3 ઓગસ્ટના રોજ નિધન થયું. આજે સવારે ભાવનગર ખાતે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. સાહિત્ય જગતની હસ્તીઓએ મહેન્દ્ર મેઘાણીના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

લેખક જય વસાવડાએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જય વસાવડાએ ટ્વિટર પર પોસ્ટ લખી ઝવેરચંદ મેઘાણીને વારસદાર મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

આ સાથે જ લોકપ્રિય કવિ અને લેખક  અંકિત ત્રિવેદીએ પણ લાંબી પોસ્ટ લખી મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજિલ પાઠવી છે. 

અભિનેત્રી અને લેખિતા આરતી પટેલે પણ મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ઉપરાતં શિક્ષિકા શરીફા વિજળીવાળાએ પણ સાહિત્યકાર મહેન્દ્ર મેઘાણીને નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ એન. શાહે પણ મહેન્દ્ર મેઘાણીના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.

યુકે સાહિત્ય પરિષદના પંચમ શુક્લાએ પણ મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

gujarat gujarat news bhavnagar Jay Vasavada