એક લાખ વાહનો સાથે ગુજરાત લાવશે ઈલેક્ટ્રિક ક્રાંતિ

22 August, 2019 09:54 AM IST  |  ગાંધીનગર

એક લાખ વાહનો સાથે ગુજરાત લાવશે ઈલેક્ટ્રિક ક્રાંતિ

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારની પહેલ બાદ ગુજરાત સરકાર હવે ઈલેક્ટ્રિક વાહનો લાવવાની તૈયારી કરી રહી છે. રાજ્યની રૂપાણી સરકાર થોડા સમયમાં એક નવી પોલિસી લઈને આવી રહી છે, જેમાં ઈલેક્ટ્રિક વાહનો વાપરવા પર ભાર મુકવામાં આવશે અને તેના માટે લોકોને આકર્ષવા માટે ખાસ યોજનાઓ બાવવામાં આવશે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના કપિલ દવેના અહેવાલ પ્રમાણે 2022 સુધીમાં સરકારનો એક લાખથી વધુ વાહનો ઈલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડતા કરવાનો પ્લાન છે.

ટોચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર આ પ્રોજેક્ટ માટે મોટી રકમ સબસિડી રૂપે ફાળવવાનો વિચાર કરી રહી છે. જેનાથી ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારી શકાય. આ યોજનામાં ટૂ વ્હીલર અને કોમર્શિયલ વેહીકલનો સમાવેશ થશે. ખાનગી કાર માટે આ યોજના લાગૂ કરવી કે નહીં તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સરકારની ધારણા પ્રમાણે 80, 000 વાહનો ટુ વ્હીલર્સ હશે, જ્યારે 14, 000 થ્રી વ્હીલર જ્યારે 4, 500 ફોર વ્હીલર હશે. જ્યારે 1, 500 પબ્લિક બસ હશે. જેના માટે ખાસ ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરવામાં આવશે. ઉર્જા, ટ્રાન્સપોર્ટ, શહેરી વિકાસ અને નાણાં વિભાગના અધિકારીઓ આ ડ્રાફ્ટને આખરી સ્વરૂપ આપવા પર કામ કરી રહ્યા છે.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

મુખ્યમંત્રી રૂપાણી અધિકારીઓને વહેલામાં વહેલી તકે પોલિસી બનાવવાનું કહ્યું છે. જેથી તેઓ વડાપ્રધાન મોદીએ સૂચવેલી નીતિઓ પર ચાલી શકે છે. નીતિ આયોગે એવો પર પ્રસ્તાવ મુક્યો છે કે 2030 બાદ દેશમાં માત્ર ઈલેક્ટ્રિગ વાહનો જ ચાલશે.

gujarat ahmedabad