ગુજરાતમાં ઘેરું થયું જળસંકટ, 203 જળાશયોમાં માત્ર 17.49 ટકા પાણી

27 May, 2019 02:12 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં ઘેરું થયું જળસંકટ, 203 જળાશયોમાં માત્ર 17.49 ટકા પાણી

ગુજરાતમાં ઘેરું થયું જળસંકટ

રાજ્યમાં પાણીની સપાટીને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 203 જળાશયોમાં 17.49 ટકા પાણી જ બચ્યું છે. ગયા વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે. હવામાન વિભાગના પ્રમાણે જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું સક્રિય થશે. ત્યારે 24 મે સુધીની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં 4879 ગ્રાસ સ્ટોરેજ મિલિયન ક્યૂબિક મીટર છે.

આટલું જ પાણી બચ્યું છે!
અહેવાલો અનુસાર ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 13.19 ટકા, મધ્યગુજરાતના 13 જળાશયોમાં 41.91 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 14.85 ટકા, કચ્છના 20 જળાશયોમાં 11.20 પ્રતિશત, સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 9.95 ટકા સહિત કુલ 203 જળાશયોમાં માત્ર 17.49 ટકા પાણી બચ્યું છે.

રાજ્યના મુખ્ય બંધોની સ્થિતિ

ડેમનું નામ જળસપાટીની સ્થિતિ
સરદાર સરોવર 51.18%
તાપી બંધ    13.22%
કડાણા બંધ    48.48%
ધરોઈ ડેમ 14.24%
પાનમ ડેમ    47.08%
કરજણ ડેમ    37.07%
દમણગંગા ડેમ 15.52%
દાંતીવાડા ડેમ 6.94%
ભાવનગર ડેમ 10.31%
ભાદર ડેમ 3.08%
સુખી ડેમ 9.16%
વાત્રક ડેમ    0.0%
હાથમતી ડેમ 10.54%
સિપુ ડેમ    7.53%
મચ્છૂ-2    20.06%
બ્રાહ્માણી 8.78%
ઉડ-1 ડેમ 0.0 %
મચ્છૂ ડેમ 10.66%





















આ પણ વાંચોઃ કૉલમ : તરસ્યું છે કચ્છ

સરકાર પણ છે ચિંતિત
આ પ્રકારે રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ઘેરું બનતું રહ્યં છે.  રાજ્ય સરકારે અનેક વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની શરૂઆત કરી છે. ગયા વર્ષે ઓછો વરસાદ પડ્યા બાદ સરકાર રવિ પાક માટે પણ પાણી આપવાની ના પાડી દીધી હતી. સરકારનો દાવો છે કે વરસાદ ન આવે ત્યા સુધી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તો પણ અત્યારે રાજ્યમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. અને હાલ જળાશયોની સ્થિતિને જોતા આ સંકટ વધુ ઘેરું બની શકે છે.

gujarat surat Vijay Rupani