ઑક્ટોબરમાં ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક હશે?

05 May, 2021 02:54 PM IST  |  New Delhi | Agency

હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડની આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે, પરંતુ ઑક્ટોબર સુધીમાં ત્રીજી લહેરની શક્યતાઓ સુરતના ડૉક્ટરોએ વ્યક્ત કરી છે, જે મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડની આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે, પરંતુ ઑક્ટોબર સુધીમાં ત્રીજી લહેરની શક્યતાઓ સુરતના ડૉક્ટરોએ વ્યક્ત કરી છે, જે મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક બની શકે છે. ત્રીજી લહેર બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ ઘાતક સાબિત થવાની શક્યતા શહેરના ડૉક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વૅક્સિનેશન અઢાર વર્ષની ઉપરની વ્યક્તિઓ માટે જ કરવામાં આવી રહ્યું છે જેથી ત્રીજી લહેરમાં બાળકો-મહિલાઓ માટે નવી લહેર સૌથી જોખમી પુરવાર થઈ શકે છે.

ડૉ. પ્રતીક સાવજે વધુમાં જણાવ્યું કે નાનાં બાળકોને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સૅનિટાઈઝરનો ઉપયોગ કરતાં શીખવવું પડશે. બાળકોને ટોળામાં ન રહેવા માટે સતત ટકોર કરતા રહેવી પડશે.

ગુજરાતમાં વધુ ૭ શહેરોમાં નાઇટ કરફ્યુ
ગુજરાતમાં વધુ સાત શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય ગઈ કાલે મળેલી ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલે હવે ગુજરાતમાં કુલ ૩૬ નાનાં-મોટાં શહેરોમાં રાત્રે ૮ વાગ્યાથી લઈને સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ ૬થી ૧૨ મે સુધી થશે. મુખ્ય પ્રધાન વિજય રૂ‍પાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં હવે ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં પણ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

surat gujarat coronavirus covid19