27 April, 2023 12:41 PM IST | Mumbai | Shailesh Nayak
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું નથી. ગઈ કાલે પણ ઉત્તર ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ચાર દિવસ દરમ્યાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. ગઈ કાલે અમદાવાદમાં બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળ છવાયાં હતાં અને ત્યાર બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છુટોછવાયો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતાતુર છે.