એશિયન ચૅમ્પિયનશિપમાં ગુજરાતની રાજલ વાળા છે ભારતીય અન્ડર-18 મહિલા વૉલીબૉલ ટીમની કૅપ્ટન

04 July, 2026 10:04 AM IST  |  Kodinar | Shailesh Nayak

થાઇલૅન્ડમાં શરૂ થયેલી ૧૬મી એશિયન વિમેન્સ અન્ડર-18 વૉલીબૉલ ચૅમ્પિયનશિપમાં ગુજરાતની અર્પિતા વાઢેર અને ફોરમ કગથરા પણ ટીમમાં

વૉલીબૉલ ટીમમાં પસંદગી પામનાર ગુજરાતની ગર્લ્સ અર્પિતા વાઢેર, રાજલ વાળા અને ફોરમ કગથરા

થાઇલૅન્ડના નાખોન રાત્યાસિમા ખાતે શરૂ થઈ રહેલી એશિયન વૉલીબૉલ કન્ફેડરેશન (AVC) એશિયન વિમેન્સ અન્ડર-18 વૉલીબૉલ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમની કૅપ્ટન તરીકે ગુજરાતની ૧૬ વર્ષની રાજલ વાળાની પસંદગી કરવામાં આવી છે. રાજલ જે ગામમાં રહે છે એ સૌરાષ્ટ્રનું સરખડી ગામ વૉલીબૉલની રમત માટે જાણીતું છે.

એશિયન વૉલીબૉલ કન્ફેડરેશન દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચૅમ્પિયનશિપમાં ૧૬ દેશોની ટીમ ભાગ લઈ રહી છે. એશિયન વિમેન્સ અન્ડર-18 વૉલીબૉલ ચૅમ્પિયનશિપમાં ભારતની ટીમનું નેતૃત્વ રાજલ વાળાને સોંપાયું છે. એ ઉપરાંત ભારતીય ટીમમાં ગુજરાતની અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા સંચાલિત નડિયાદસ્થિત હાઈ પર્ફોર્મન્સ સેન્ટરની તાલીમાર્થી ખેલાડી છે. ભારતીય ટીમની કૅપ્ટન રાજલ વાળાનું ગામ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલું સરખડી ગામ છે જે વૉલીબૉલની રમત માટે જાણીતું છે. આ ગામે દેશને ઘણા ખેલાડીઓ આપ્યા છે. ૧૭ વર્ષની અર્પિતા વાઢેર અને અમરેલીની ૧૭ વર્ષની ફોરમ કગથરા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે.

saurashtra gujarat gujarat news thailand asia sports sasan gir shailesh nayak