Gujarat: અંબાજીમાં શ્રદ્ધાળુઓને કારે કચડ્યા, 7ના મોત

02 September, 2022 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહીં એક ઝડપી ગતિએ દોડતી કારે પગપાળા શ્રદ્ધાળુઓને ટક્કર મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે બેકાબૂ કાર શ્રદ્ધાળુઓને કચડીને નીકળી ગઈ.

પ્રતીકાત્મક તસવીર

અંબાજીમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક ઝડપી ગતિએ દોડતી કારે પગપાળા શ્રદ્ધાળુઓને ટક્કર મારી દીધી. અકસ્માતમાં સાતના મોત થયા છે.

ગુજરાત અંબાજીમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક ઝડપી ગતિએ દોડતી કારે પગપાળા શ્રદ્ધાળુઓને ટક્કર મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે બેકાબૂ કાર શ્રદ્ધાળુઓને કચડીને નીકળી ગઈ.

આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે. તો અન્ય ઘણાં શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત થયા છે. સૂચના મળતા જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના પ્રવાસી પંચમહલ જિલ્લાના કાકોલના રહેવાસી હતા અને અંબાજી મંદિરમાં દર્શન માટે પગપાળા જતા હતા. અકસ્માતમાં કાર આગળથી સંપૂર્ણરીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાના સમાચાર પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનોને 4 લાખની અને ઇજાગ્રસ્તોને 50000ની સહાયની જાહેરાત સાથે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Gujarat Crime gujarat gujarat news bhupendra patel