ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના ૫૪૮ અને ઓમાઇક્રોનના ૧૯ કેસ નોંધાયા

30 December, 2021 09:19 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ કોરોનાના ૨૬૫ કેસ અમદાવાદમાં નોંધાયા હતા

ફાઈલ તસવીર

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ રૉકેટની ઝડપે વધી રહ્યા છે, જેના કારણે સરકાર સહિત નાગરિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના ૫૪૮ કેસ નોંધાયા હતા, જ્યારે પોરબંદર જિલ્લામાં એક દરદીનું મૃત્યુ થયું હતું અને ૬૫ દરદીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ કોરોનાના ૨૬૫ કેસ અમદાવાદમાં નોંધાયા હતા, જ્યારે સુરતમાં ૭૨, વડોદરામાં ૩૪, આણંદ જિલ્લામાં ૨૩, ખેડા જિલ્લામાં ૨૧, રાજકોટમાં ૨૦, અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ૧૩–૧૩ કેસ નોંધાયા હતા.
બીજી તરફ ગુજરાતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના વધુ ૧૯ કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૮, સુરતમાં ૬, વડોદરામાં ૩ અને આણંદમાં બે કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં ઓમાઇક્રોનના કુલ ૯૭ કેસ નોંધાયા છે, જ્યારે ૪૧ દરદીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

gujarat gujarat news coronavirus covid19 Omicron Variant