રાજકોટ, અમદાવાદ, ભાવનગરમાં ચાઇનીઝ તુક્કલોથી આકાશ રંગાયું

16 January, 2020 11:31 AM IST  |  Ahmedabad

રાજકોટ, અમદાવાદ, ભાવનગરમાં ચાઇનીઝ તુક્કલોથી આકાશ રંગાયું

ચાઇનીઝ તુક્કલોથી આકાશ રંગાયું

ગુજરાત સરકારે ઉતરાણ પૂર્વે તુક્કલ પર પ્રતિબંધ મૂક્યો હોવાં છતાં અનેક વિસ્તારોમાં સાંજ પડતાં જ ચાઇનીઝ તુક્કલો આકાશમાં જોવા મળી હતી. રાજ્ય સરકાર ચાઇનીઝ દોરા અને તુક્કલોને લઈને સજાગ હોય છે, પરંતુ ચાઇનીઝ દોરા અને તુક્કલોનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાને ઘોળીને પી જાય છે એવો ઘાટ સર્જાયો હતો. રાજકોટમાં સાંજ પડતાં જ આકાશમાં ચાઇનીઝ તુક્કલો એકસાથે હજારોની સંખ્યામાં ઊડતી જણાઈ હતી. રાજકોટના ધોરાજીમાં ચાઇનીઝ તુક્કલો જોવા મળી હતી. ચાઇનીઝ દોરી બાદ તુક્કલોનો બેફામ વપરાશ હાલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ બાદ અમદાવાદમાં પણ સાંજ પડતાં જ આકાશમાં ચાઇનીઝ તુક્કલો ઊડતી દેખાઈ હતી. અમદાવાદના બોપલ બાદ નારાણપુરામાં પણ જાહેરનામાનો સરેઆમ ભંગ થયો હતો. આ સિવાય શહેરના અનેક વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલો આકાશમાં ઊડતી જોવા મળી હતી. ચાઇનીઝ દોરી બાદ તુક્કલોનો પણ અમદાવાદમાં બેફામ વપરાશ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં ગુજકો હેઠળ નોંધાયો પહેલો ગુનોઃ વિશાલ ગોસ્વામીની ગૅન્ગના ચાર જણ ઝડપાયા

ભાવનગરમાં પણ ક્લેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. ભાવનગરમાં ઉત્તરાયણની સંધ્યાએ આકાશમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલો જોવા મળી હતી. ભાવનગરમાં ચાઇનીઝ દોરા અને ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધિત હોવા છતાં આકાશમાં ઊડતી જોવા મળી હતી. જિલ્લામાં ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ હોવા છતાં જિલ્લા અને શહેરમાં તુક્કલો ઊડતી દેખાતાં હવે તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાવનગરવાસીઓએ ચાઇનીઝ તુક્કલો ઉડાડી ઉત્તરાયણ પર્વનું સમાપન કર્યું હતું.

gujarat ahmedabad kites bhavnagar rajkot