આવ્યો રે વરસાદ...રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

25 June, 2019 09:50 AM IST  |  અમદાવાદ

આવ્યો રે વરસાદ...રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

આવ્યો રે વરસાદ....

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર ઈનિંગનો પ્રારંભ કર્યો છે. રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સવારે વાદળો છવાયા હતા અને બાદમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. જ્યારે વડોદરાના ડભોઈ, સાવલી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો 26 જિલ્લાના 77 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે ચાર ઈંચ વરસાદ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં નોંધાયો છે. કચ્છમાં સરેરાશ 7 મિમી, ઉત્તર ગુજરાતમાં 3 મિમી, પૂર્વ- મધ્ય ગુજરાતમાં સરેરાશ 14 મિમી, સૌરાષ્ટ્રમાં સરેરાશ 2 મિમી જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 7 મિમી વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ?

વિસ્તાર    વરસાદ(મિમીમાં)
સુરત શહેર 69
રાપર 66
છોટાઉદેપુર    66
શહેરા 66
ગોધરા 65
નિઝર 54
વિરપુર 49
બોડેલી 43
જાંબુઘોડા    42
સોનગઢ 51
ઘોઘંબા 35

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી બે દિવસ સુધી અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી, 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ વરસશે

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે. જો કે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ahmedabad rajkot surat gujarat Gujarat Rains