દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

06 July, 2019 08:42 AM IST  |  અમદાવાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આવ્યો રે વરસાદ

રાજ્યના કેટલાક વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેર કરી રહ્યા છે. વરસાદના કારણે જગતનો તાત ખુશ છે. તો બીજી તરફ અનેક જગ્યાએ ભૂવા પડવાથી અને પાણી ભરાઈ જવાના કારણએ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સાથે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે.

સુરતમાં ભરાયા પાણી
વરસાદાના કારણે અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. શહેરની સિવિલ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અને બહાર ફરીથી પાણી ભરાઈ ગયાં હતાં. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૪૯ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અઠવામાં ૪૫ મિમી, વરાછા-એમાં ૩૮ મિમી, કતારગામમાં ૩૬ મિમી, રાંદેરમાં ૩૩ મિમી, લિંબાયતમાં ૩૭, વરાછા-બીમાં ૨૩  અને ઉધનામાં ૧૯ મિમિ વરસાદ પડ્યો છે. બારડોલી નગરના રાજમાર્ગ પર આવેલી કૉલેજ નજીક મસમોટો ભૂવો પડ્યો હતો. જે ભુવામાં કૉલેજમાં વિદ્યાર્થીને મૂકવા આવેલા એક વાલીની વેગનાર કાર ખાબકી હતી. જેના કારણે વાલીએ પરેશાની ભોગવવી પડી હતી.

ત્રણ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા દિવસે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથની સાથે દીવ-દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે.

બીજા દિવસે પણ સૌરાષ્ટ્રના રાજકોટ , સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના સ્થળોએ હવામાન સાફ રહેશે.

આ પણ વાંચોઃ વરસાદમાં સ્વસ્થ રહેવા રસોઈમાં આ દસ ચીજો અચૂક વાપરો

ત્રીજા દિવસે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સાથે મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદ રહેશે.

ahmedabad surat Gujarat Rains gujarat