Gujarat: હું શા માટે આવું? મારે મરવું નથી! અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી...

01 February, 2023 10:25 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતની અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે અમદાવાદ-દિલ્હી ફ્લાઈટમાં એક વ્યક્તિએ બોમ્બની ધમકીનો ખોટો કોલ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ પોલીસ (Gujarat Police)ને મંગળવારે સાંજે બોમ્બની ધમકીની માહિતી મળી હતી. કોલ કરનારે દાવો કર્યો હતો કે અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ (Ahmedabad Delhi Flight)માં બોમ્બ હતો, જેના કારણે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. બોમ્બની ધમકી મળતાં જ અમદાવાદ એરપોર્ટે પોલીસને એલર્ટ કરી દીધી હતી. જો કે, ટીમ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે કે તે એક હોક્સ કોલ હતો. પોલીસે ફેક કોલ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ કરી છે.

શું છે મામલો?

મામલાની તપાસમાં જાણવા મળ્યું કે ફ્લાઇટ સાંજે 5:20 વાગ્યે ઉપડવાની હતી. પેસેન્જરોમાંથી એક યાત્રી ફ્લાઈટ સુધી પહોંચ્યો નહોતો, તેથી એરપોર્ટના અધિકારીઓએ તેને ફ્લાઇટના પ્રસ્થાન વિશે યાદ અપાવવા માટે ફોન કર્યો હતો. કોલ રિસીવ કરનાર વ્યક્તિએ કહ્યું, `હું શા માટે આવું? મારે મરવું નથી. અધિકારીઓને કહ્યું કે તમારી ફ્લાઈટમાં બોમ્બ છે. બીજી તરફ, જ્યારે વ્યક્તિને તેની ઓળખ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

આ પણ વાંચો: Jharkhand Fire: ધનબાદમાં બહુમાળી ઈમારતમાં ફાટી નિકળી આગ, 14 લોકોના મોત


મુસાફરે પોતાનો ફોન નંબર હોવાનો ઇનકાર કર્યો હતો

એરપોર્ટ અધિકારીઓએ પોલીસને જાણ કરતાં, પેસેન્જર જે હજુ સુધી ચડ્યો ન હતો તે કાઉન્ટર પર ગયો. પેસેન્જરે અધિકારીઓને જણાવ્યું કે તેની ટિકિટ તેની કંપનીના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા બુક કરવામાં આવી હતી અને ટિકિટ બુક કરવા માટે વપરાયેલ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ તેનું નથી. દરમિયાન દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપનાર કોલર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

gujarat news ahmedabad gujarat new delhi