ઉમરપાડામાં 12 ઇંચ, સુરતમાં 4 ઇંચ વરસાદ

15 August, 2020 11:38 AM IST  |  Surat | Agencies

ઉમરપાડામાં 12 ઇંચ, સુરતમાં 4 ઇંચ વરસાદ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરના પરવત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓનાં ઘરોમાં કમર સુધીનાં પાણી ભરાઈ ગયાં છે. ખાડીઓના લેવલ પણ ઊંચા આવી ગયા છે, જેને કારણે ખાડી પૂરનું સંકટ ઊભું થયું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરત સિટીમાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. આ ઉપરાંત ઉકઈ બંધમાંથી પણ પાણી છોડવામાં આવતા સુરત શહેરમાં પરિસ્થિતિ ગંભીર બની હતી.

દરમિયાન રાત્રે ધોધમાર વરસાદ વરસતાં સોસાયટીઓમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું. જોતજોતામાં કમર સુધીનાં પાણી ભરાઈ ગયાં હતાં.

સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે બારડોલીમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૩૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ૧૨ ઇંચ ખાબક્યો છે.

gujarat Gujarat Rains surat vadodara ahmedabad