28 April, 2026 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની ૧૫ મહાનગરપાલિકાઓ ઉપરાંત ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા-પંચાયતો, ૨૬૦ તાલુકા-પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તથા ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત્ત ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટાચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી આજે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે સવારે ૯ વાગ્યાથી શરૂ થશે.