બાળકને કામ પર રાખવા બાદ ગુજરાતની આ જાણીતી રેસ્ટોરેન્ટને થયો દંડ

09 October, 2019 05:31 PM IST  |  અમદાવાદ

બાળકને કામ પર રાખવા બાદ ગુજરાતની આ જાણીતી રેસ્ટોરેન્ટને થયો દંડ

ઓનેસ્ટ રેસ્ટોરેન્ટ(પ્રતિકાત્મક તસવીર)

લેબર કોર્ટે જાણીતી ઓન્સ્ટ રેસ્ટોરેન્ટને 25 હજારનો દંડ ફટકાર્યો છે. કારણ કે તેમણે બાળકને કામ પર રાખ્યો હતો. ભવિષ્યમાં આવું ન કરવાની તેમણે ખાતરી આપતા તેમને હળવો દંડ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, લેબર ઑફિસર કે. એમ. રાઠવાએ માર્ચ 2018માં સી.જી. રોડ પર આવેલી ઓનેસ્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બાળકને કામ કરતો જોયો હતો. તેણે આ મામલે મેજિસ્ટેરિયલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે આ મામલે રેસ્ટોરેન્ટને નોટિસ આપી હતી. જે બાદ આ કેસ લેબર કોર્ટમાં ગયો હતો.

કોર્ટમાં ઓનેસ્ટના મેનેજર પ્રશાંત અગ્રવાલ હાજર થયા હતા અને તેઓ દોષિત જણાયા હતા. તેણે કોર્ટને તેમનો પહેલો અપરાધ હોવાથી હળવી સજા કરવા અપીલ કરી હતી. તેમણે આ ભૂલ માટે ખેદ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં તેઓ બાળ મજૂર નહીં રાખે તેવી પણ ખાતરી આપી હતી.

મેનેજરની વાતની સાંભળ્યા બાદ જજે તેમને જેલના બદલે દંડ ફટકાર્યો હતો. ઓનેસ્ટને 25 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જે તેમણે 60 દિવસમાં ભરવાનો છે. આ સિવાય નવરંગપુરાની વધુ એક રેસ્ટોરેન્ટ, નવીન ચવાણા અને સ્વીટ માર્ટને પણ લોક અદાલતમાં બાળ મજૂર રાખવા બદલ 25 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓઃ 'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

ઓનેસ્ટ પહેલા પણ આવ્યું છે વિવાદોમાં
મહિનાની શરૂઆતમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચના ઢોસામાંથી વંદો નીકળ્યો હતો. જેના પગલે કોર્પોરેશનના હેલ્થ વિભાગે તેને નોટિસ પણ ફટકારી હતી. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને લીધે વિવાદ થયો હતો.

gujarat ahmedabad