ગુજરાતના ખૈલેયાઓનો યક્ષપ્રશ્ન, નાહવું કે રમવું?

29 September, 2019 07:43 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

ગુજરાતના ખૈલેયાઓનો યક્ષપ્રશ્ન, નાહવું કે રમવું?

ખેલૈયાઓ છે ચિંતામા...

આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાતના તમામ ગરબા-આયોજકોને પરસેવો છૂટી જાય એવી આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ નવી સિસ્ટમ ઍક્ટિવ થઈ હોવાથી ગુજરાતમાં આવતા ૧૨ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે એવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

છેલ્લા ત્રણ દિવસથી તો સતત વરસાદ પડી જ રહ્યો છે, પણ ગરબા-આયોજકોને મનમાં એવી આશા હતી કે નવરાત્રિ શરૂ થાય એ પહેલાં વરસાદ બંધ થઈ જશે, પણ એવું બનવાને બદલે સાવ જુદા જ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં સર્જાવાનું શરૂ થઈ ગયું છે. એને લીધે આ વખતે ગુજરાતની નવરાત્રિનો જબરદસ્ત ફિયાસ્કો થઈ જાય એવી પૂરતી શક્યતા છે. ગુજરાતની નવરાત્રિમાંથી ૯૫ ટકા નવરાત્રિ ઓપન ગ્રાઉન્ડમાં થતી હોવાથી જો વરસાદ પડ્યો તો એ નવરાત્રિને નડશે એ પણ નક્કી છે. ગુજરાતભરમાં થતા નાના-મોટા ૫૦૦ અર્વાચીન ગરબા પાછળ અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય એવી શક્યતા છે, જે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાય એવી પૂરી સંભાવના છે.

gujarat ahmedabad navratri