48 કલાકમાં ગુજરાતમાં કોલ્ડ-વેવનો ચોથો રાઉન્ડ

17 January, 2019 08:31 AM IST  | 

48 કલાકમાં ગુજરાતમાં કોલ્ડ-વેવનો ચોથો રાઉન્ડ

ફરી થથરશે ગુજરાત

ઉત્તરીય પવન આવવાના શરૂ થવાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થવાની સંભાવના વચ્ચે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારથી ગુજરાતમાં નવેસરથી કોલ્ડ-વેવ શરૂ થશે. આ સીઝનમાં આ કોલ્ડ-વેવનો ચોથો રાઉન્ડ હશે. અત્યારે જે લઘુતમ ટેમ્પરેચર છે એના કરતાં બેથી ચાર ડિગ્રી ઘટે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું; જ્યારે ગાંધીનગરમાં 9.3 ડિગ્રી, ડીસામાં 10.1 ડિગ્રી, અમરેલીમાં 10.2 ડિગ્રી, રાજકોટ અને અમદાવાદમાં 10.9 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, ભુજમાં 13.8 ડિગ્રી અને સુરતમાં 14.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચોઃ શિયાળામાં ચહેરો બગાડશે આ 3 વસ્તુઓનો ઉપયોગ

ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ કોલ્ડ-વેવનો આ ચોથો રાઉન્ડ જાન્યુઆરીના અંત સુધી રહેશે અને એ પછી શિયાળાની અસર આંશિકપણે ઓસરવાની શરૂ થશે.

gujarat news