Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શિયાળામાં ચહેરો બગાડશે આ 3 વસ્તુઓનો ઉપયોગ

શિયાળામાં ચહેરો બગાડશે આ 3 વસ્તુઓનો ઉપયોગ

10 January, 2019 03:51 PM IST |

શિયાળામાં ચહેરો બગાડશે આ 3 વસ્તુઓનો ઉપયોગ

ડ્રાય થતી ત્વચામાં વધારો કરતા આ પદાર્થોનો ઉપયોગ ટાળો

ડ્રાય થતી ત્વચામાં વધારો કરતા આ પદાર્થોનો ઉપયોગ ટાળો


શિયાળામાં તમારી ત્વચાને વધુ સારસંભાળની જરૂર હોય છે કારણકે વાતાવરણ સૂકું હોવાને કારણે સ્કીન ડ્રાય થાય છે અને ચહેરાની સુંદરતા ઘટતી જાય છે. એટલું જ નહીં ત્વચા પર કેટલાક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. પણ ચહેરાની સુંદરતાને કાયમ રાખવા માટે તમે કેટલાક મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સની સાથે સાથે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો પણ ઉપયોગ કરો છો. પરંતુ શું તમને ખબર છે કે ત્વચા પર કેટલીક વસ્તુઓનો ઉપયોગ શિયાળામાં ન કરાય તો સારું. કારણકે આ વસ્તુઓના ઉપયોગથી ચહેરાની સુંદરતા વધવાને બદલે ઘટવા લાગે છે. તેથી શિયાળામાં આ વસ્તુઓથી દૂર રહેવું જ સારું. તો ચાલો જોઈએ કઈ કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ શિયાળામાં ટાળવો જોઈએ.

વેસલીન



વેસલીન vaseline


વેસલીન

શિયાળો શરૂ થતાંની સાથે જ વેસલીનની ડબ્બીઓ પણ ખુલવાની શરૂ થઈ જાય છે. શિયાળામાં ડ્રાય સ્કિનથી બચવા માટે આપણે વેસલીનનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. વેસલીન સામાન્ય ક્રીમ અને લોશનની તુલનામાં ઘણી સારી હોય છે. પણ વેસલીનનો ઉપયોગ શિયાળામાં ચહેરા પર ન જ કરવો જોઈએ. તમે વેસલીનને હોઠ પર લગાડી શકો છો જે તમારા હોઠની સોફ્ટનેસને જાળવી રાખે છે. હા, સ્કિનની ડ્રાયનેસને દૂર કરવા માટે કેટલીક સ્ત્રીઓ ચહેરા પર વેસલીન લગાડે છે. પણ તેના કારણે ધૂળના કણ ચામડી પર ચોંટે છે જેના કારણે પોર્સ બંધ થઈ જતાં હોય છે. આ સિવાય વેસલીનના ઉપયોગથી ત્વચા અવશોષણ કરી શકતી નથી, પણ તામાં રહેલા હાઈડ્રોકાર્બન શરીરમાં સરળતાથી જઈ શકે છે અને તે ફેટ સેલ્સમાં જમા થઈ જાય છે જે અતિશય હાનિકારક છે.


લીંબુ

lemon લીંબુ

લીંબુ

ખોરાકને સ્વાદીષ્ટ બનાવનાર લીંબુ તમારી સુંદરતા માટે પણ જવાબદાર બની શકે છે. ખરેખર, ભરપૂર માત્રામાં વિટામીન સી હોવાથી લીંબુ ચહેરા અને વાળની સુંદરતાને વધારવામાં મદદરૂપ બને છે. વાળમાં ડેન્ડ્રફથી લઈને ચહેરા પરનો એક્સ્ટ્રા ઓઈલ લીંબુની મદદથી દૂર કરી શકાય છે. તેમાં રહેલા સાઈટ્રીક એસિડ અને બ્લીચિંગ પ્રોપર્ટી સ્કિનના ઓઈલને દૂર કરીને તમારી ચામડીને વધુ સારી બનાવે છે. પણ શિયાળામાં ચહેરા પર લીંબુનો ઉપયોગ ન કરવો કારણકે લીંબુને કારણે સ્કિન અને વાળ ડ્રાય થઈ શકે છે.

બટાકા

બટાકા potato

બટાકા

બટાકા માત્ર તમારું મનગમતું શાક જ નથી પણ તે તમારી સુંદરતા વધારવામાં પણ ખૂબ જ અસરકારક છે. સ્ત્રીઓ બટાકાનો ઉપયોગ પોતાના ચહેરા પરના ડાઘા અને ડાર્ક સર્કલને સંતાડવા તેમ જ દૂર કરવા માટે કરતી હોય છે. હા ખરેખર, બટાકામાં રહેલ બ્લીચિંગ અને સ્કીન લાઈટનિંગ ગુણ તમારા ચહેરાના ડાઘા નહિવત કરે છે પણ તેને શિયાળામાં પોતાના ચહેરા માટે બિલકુલ ન વાપરો. કારણકે શિયાળામાં બટાકાનો ઉપયોગ તમારી ચામડીને વધુ ડ્રાય બનાવશે.

શિયાળામાં ચહેરા પર આ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમારા બ્યુટી રુટીનમાં પણ આ બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય તો તેને શિયાળામાં આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 03:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK