જાણો કોણ છે એ ગુજરાતી બાળકી જેની કવિતાએ પીએમ મોદીનું જીત્યુું દિલ

22 November, 2022 05:21 PM IST  |  Surendranagar | Gujarati Mid-day Online Correspondent

કવિતા સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવતીના વખાણ કર્યા હતા અને તેમણે યુવતીના ગળામાં પહેરેલા કેસરી ખેસ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ગુજરાતના પ્રવાસે છે અને ત્યાંથી એક વીડિયો વાયરલ થયો છે. જેના ઘણા લોકો વખાણ કરી રહ્યા છે તો વિરોધ પક્ષ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. વાસ્તવમાં એક કાર્યક્રમમાં એક નાની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામો વિશે જણાવ્યું અને તે પછી મોદી યુવતીએ પહેરેલા ભાજપના સ્કાર્ફ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે ચૂંટણી માટે નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતીએ તેના ગળામાં બીજેપીનો ખેસ પહેર્યો છે અને તે વડાપ્રધાન મોદી સાથે ઉભી છે. જ્યારે છોકરી બોલવાનું શરૂ કરે છે, ત્યારે તે અયોધ્યામાં રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ઘણા વિષયો પર બોલતી જાય છે અને ભાજપની ઘણી ઉપલબ્ધિઓ વિશે જણાવે છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના ચાહકો આ યુવતીનું કવિતાના ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા છે. કવિતા સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવતીના વખાણ કર્યા હતા અને તેમણે યુવતીના ગળામાં પહેરેલા કેસરી ખેસ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:સાત વર્ષની છોકીરીએ આ કામથી કર્યા વડાપ્રધાન મોદીને ચકિત

પરંતુ હવે દરેકને સવાલ એ થાય છે કે આ નાની બાળકી છે કોણ? તો અમને તમને જણાવીએ કે પીએમ મોદીનું દીલ જીતનારી આ છોકરી લિંબડી વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહ રાણાના મોટા ભાઈના પુત્રની દીકરી આધ્યાબા જાડેજા છે. જે બીજા ધોરણમાં ભણે છે. તેણીએ પીએમ મોદીને ભાજપની સફળતાની ગાથા વર્ણવતી કવિતા સંભળાવી હતી. જે સાંભળીને પીએમ મોદી તો ખુશ થયા જ પરંતુ સોશિયલ મીડિયામાં પણ આ બાળકી છવાઈ ગઈ છે. 

આ વાયરલ વીડિયો પર કોંગ્રેસના સોશિયલ મીડિયાએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કરીને ભાજપને ઘેરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે `એવું થાય છે કે રાજકારણમાં બાળકોનો ઉપયોગ થાય છે, વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે નાની બાળકીનો ઉપયોગ કરી રહ્યાં છે`. આ સાથે તેણે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ પર ટોણો મારતા લખ્યું છે કે શું તમે કુંભકર્ણની જેમ સૂઈ રહ્યા છો? `

 

gujarat news gujarat election 2022 narendra modi