બીજેપી રાજી થાય એવું સુરતી ડાયમન્ડ ફૅક્ટરીએ કામ કર્યું

27 November, 2022 09:55 AM IST  |  Surat | Rashmin Shah

‘જો તમે કૉન્ગ્રેસને વોટ આપવાના હો તો રજા આપવામાં નહીં આવે’ એવું ડિરેક્ટલી કહેતું બૅનર જ રાધે ડાયમન્ડ્સના મૅનેજમેન્ટે ઑફિસમાં લગાડી દીધું છે

સુરતની ડાયમન્ડ ફૅક્ટરીના બૉસની કૅબિનની બહાર લાગેલું પોસ્ટર (તસવીર : દર્શન ચોટલિયા)

ગમે તે કહો, પણ બીજેપીની પૉપ્યુલરિટી શાહરુખ અને સલમાન ખાન જેવી તોતિંગ છે એ તો સ્વીકારવું જ રહ્યું. ગુજરાત વિધાનસભાનું વોટિંગ આવે છે એવા સમયે સુરતની રાધે ડાયમન્ડ નામની કંપનીએ એના કર્મચારીઓને જાણ કરતું બૅનર ઑફિસમાં મારી દીધું છે કે ‘કૉન્ગ્રેસને મત આપવો હોય તો રજા માગવા આવવું નહીં.’

રાધે ડાયમન્ડના મહેશભાઈ વઘાસિયાએ કહ્યું કે ‘જે પાર્ટીએ ૫૦ વર્ષ રાજ કર્યા પછી કાંઈ ઉકાળ્યું ન હોય એને મત આપીને ધંધાનો સમય બરબાદ કરવાથી સહેજ પણ ઓછું કે ઊતરતું નથી. અમે તો જાહેરાત કરવાના હતા કે બીજેપીને મત આપશે તેને બે દિવસની ચાલુ પગારે રજા મળશે, પણ પછી અમને અમારા લીગલ ઍડ્વાઇઝરે એવું કરવાની ના પાડતાં અમે એ વાત હવે મૌખિક કરીએ છીએ.’

વિધાનસભાના મતદાન માટે આમ તો રજા જાહેર કરવામાં આવી છે, પણ બે ફેઝમાં વોટિંસગ હોવાથી સુરતમાં કામ કરતા અનેક લોકો વતન જવા માટે રજા માગે છે. આવા સમયે બન્ને ફેઝનાં શહેરોમાં રહેતા લોકોએ રજા માટે લેટર આપવાનું શરૂ કરી દેતાં રાધે ડાયમન્ડના મૅનેજમેન્ટ ગઈ કાલે આ પ્રકારનું પોસ્ટર જ બૉસની ચેમ્બરની બહાર ચીટકાવી દીધું છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 surat bharatiya janata party Gujarat BJP Rashmin Shah