Gujarat Election : આજે પાંચ વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત 

29 November, 2022 06:37 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ તબક્કા (First Phase)ની 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે.

રાજ્યમાં ચૂંટણીને લઈ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ

 2:05 PM  ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી

12: 45 PM  ભાજપ-પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું અવસાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પ્રથમ તબક્કા (First Phase)ની 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે, જેને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. જેથી આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઇ જશે. 

ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પ્રમાણે આજે સાંજે પાંચ વાગ્યા બાદ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા પક્ષના પ્રચારકના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ રહેશે. 

પહેલા તબક્કામાં  89 બેઠકો માટે 19 જિલ્લાઓમાં મતદાન યોજાશે. જેમાં ક્ચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ,જામનગર,દેવભૂમિ દ્વારકા,પોરબંદર,ગીર સોમનાથ,જૂનાગઢ,, અમરેલી, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી,ડાંગ,તાપી,સુરત,ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓ સામેલ છે. 

gujarat election 2022 gujarat elections gujarat news gujarat politics narendra modi