નીતિન પટેલે ગૌણસેવા પરીક્ષા વિવાદ મામલે મૌન તોડ્યું

04 January, 2020 09:32 AM IST  |  Gandhinagar

નીતિન પટેલે ગૌણસેવા પરીક્ષા વિવાદ મામલે મૌન તોડ્યું

નીતિન પટેલ

બ્રહ્મસમાજની સમિટમાં નીતિન પટેલ હાજર રહ્યા હતા અને ત્યાં નીતિન પટેલે અસિત વોરા પર હળવી મજાક કરી છે. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગૌણ સેવાની પરીક્ષા વિવાદ મામલે મજાકમાં મૌન તોડ્યું છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઈએ અસિત વોરાને આડે હાથ લીધા હોય એવું જણાતું હતું.

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ હતું કે હમણાં-હમણાં અસિત વોરા વધારે ચર્ચામાં છે. ઘણી વાર અમે પડદા પાછળ રહી જઈએ છીએ. ક્યારેક અસિત વોરા આગળ હોય અને સરકાર પાછળ હોય છે. અસિત વોરાના સમયમાં ઘણીબધી ભરતી થઈ છે. ક્યાં કોની ભરતી કરી છે એ અમે પૂછતા નથી. ત્યારે તેમણે ગમ્મતભર્યા સ્વરમાં જણાવ્યું કે અસિત વોરાએ બધું સારું જ કર્યું હશે એવી આશા છે. અસિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન છે. પેપર લીક થતાં ગૌણ સેવા મંડળ વિવાદમાં આવ્યું છે. પેપર લીક થતાં ગૌણ સેવાની પરીક્ષા રદ કરવી પડી છે.

આ પણ વાંચો : 7 જિલ્લા, 10000 કૅમેરા અને અપેક્ષિત સાવજ 800થી 1000

નીતિન પટેલે પત્રકારોને પણ સંબોધન કરતાં કહ્યું કે આજ જે હું બોલું છું એ બધું ગમ્મતમાં ગણજો, કંઈ વાત ઉપાડી ન લેતા પાછા. આ સાથે જ વધુમાં જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં આપણી બીજેપી સરકારે ૪.૨૫ કર્મચારીઓની ભરતી કરી છે. અસિતભાઈએ આટલા લોકો પૈકી કેટલાય લોકોની ભરતી કરી છે. આપણે લિસ્ટ જોઈએ તો ખબર પડે. પણ આપણને વિશ્વાસ છે કે તેમનો ધર્મ તેમણે બજાવ્યો હશે.

gujarat ahmedabad Nitin Patel