7 જિલ્લા, 10000 કૅમેરા અને અપેક્ષિત સાવજ 800થી 1000

Published: Jan 04, 2020, 08:59 IST | Rashmin Shah | Rajkot

મે મહિનામાં થનારી એશિયાટિક લાયનની ગણતરીમાં આ વખતે પહેલી વખત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ જોડાશે

સિંહ
સિંહ

આ વર્ષે થનારી સિંહની વસ્તીગણતરી મે મહિનામાં થશે, જેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આ અગાઉ ગણતરી ૨૦૧પમાં થઈ હતી, જે સમયે ૬૦૦૦ કૅમેરા અને ૧પ૦૦ અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે આ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઑલમોસ્ટ દોઢથી બેગણો વધારો કરવામાં આવવાનો છે, જેની પાછળનું કારણ સિંહની વધેલી વસ્તી છે. ૨૦૧પમાં થયેલી ગણતરી મુજબ સિંહની વસ્તી પ૨૩ હોવાનું બહાર આવ્યું હતું, પણ ગુજરાત ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ટર્નલ અસેસમેન્ટના આધારે એવું માનવામાં આવે છે કે એ સંખ્યા ઑલમોસ્ટ ડબલ એટલે કે ૧૦૦૦ પર પહોંચી હોવાની શક્યતા જોવામાં આવે છે, જેને ગુજરાત સરકારના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આધારભૂત માનવામાં આવે છે. જોકે આ સંખ્યા ૮૦૦થી વધુ હોવાની સંખ્યા તો લાગે જ છે.

સિંહોની સંખ્યા અને એના રહેઠાણનો વ્યાપ વધ્યો હોવાથી આ વર્ષે કૅમેરાની સંખ્યા વધારીને ૧૦,૦૦૦ કરવામાં આવી છે અને વસ્તીગણતરીમાં કર્મચારીઓને વધારીને ૩૦૦૦ કરવામાં આવશે. પહેલી વખત એવું બનશે કે એશિયાટિક લાઇનની ગણતરીમાં ભારત સરકારની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ઑફિસર્સ અને સાયન્ટિસ્ટ પણ જોડાશે. વાઇલ્ડલાઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ અને વસ્તીગણતરીના કાઉન્સિલર વાય. વી. ઝાલાએ કહ્યું હતું કે આ વખતે વસ્તીગણતરી બે તબક્કામાં કરવામાં આવશે.

સિંહની વસ્તી વધી હોવાના અઢળક પુરાવા મળ્યા હોવાથી આ વર્ષે ગણતરીનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે. ૨૦૧પમાં ૧૮,૦૦૦ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી, પણ આ વર્ષે ૨પ,૦૦૦ના કિલોમીટર વિસ્તારમાં ગણતરી કરવામાં આવશે, જેમાં ત્રણ-ત્રણ કિલોમીટરના ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે.

પ્રથમ તબક્કાની ગણતરીમાં સિંહના વિખેરાયેલા વાળ, દાંત, નખ એકત્રિત કરવામાં આવશે અને બીજા તબક્કામાં કૅમેરાથી ગણતરી કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK