ગુજરાતમાં પહેલીવાર કોરોનાના કેસ ૨૦૦૦૦ને પાર

20 January, 2022 08:44 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ટાસ્ક-ફોર્સના ડૉક્ટરો કહે છે લોકો આને સામાન્ય ફ્લુ સમજવાની ભૂલ ન કરે, સાવચેતી રાખો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના કેસનો આંક ૨૦,૦૦૦ને પાર થયો હતો. ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના કુલ ૨૦,૯૬૬ કેસ નોંધાયા હતા અને ૧૨ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ૯૮૨૮ દરદીઓ સાજા થઈને ઘરે ગયા હતા.
ગઈ કાલે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ ૮૩૯૧ કેસ નોંધાયા હતા અને ૬ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સુરતમાં ૩૩૧૮, વડોદરામાં ૧૯૯૮ અને રાજકોટમાં ૧૨૫૯ કેસ નોંધાયા છે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને ગુજરાત ટાસ્ક-ફોર્સના ડૉ. સુધીર શાહ અને ડૉ. વી. એન. શાહે નાગરિકોને સજાગ અને સચેત કરતા કહ્યું હતું કે ‘લોકો આને સામાન્ય ફ્લુ સમજવાની ભૂલ ન કરે. આ વાઇરસને ગંભીરતાથી લઈએ.’ 

coronavirus covid19 gujarat news gujarat