અમદાવાદમાં સંતોએ પ્લાઝમા અને બ્લડ ડોનેટ કર્યાં

05 May, 2021 03:18 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સંતોએ ગઈ કાલે પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરીને કોરોના માહામારીમાં આવકારદાયક કદમ ઉઠાવીને અનુકરણીય સદકાર્ય કર્યું છે.

સંતોએ પ્લાઝમા અને બ્લડ ડોનેટ કર્યાં

કોરોના સંક્રમિત વ્યક્તિને પ્લાઝમા થેરપી મદદરૂપ બની છે ત્યારે અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સંતોએ ગઈ કાલે પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરીને કોરોના માહામારીમાં આવકારદાયક કદમ ઉઠાવીને અનુકરણીય સદકાર્ય કર્યું છે. ભગવદપ્રિય સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ સંતોએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. આ પરોપકારનું કાર્ય છે, સમાજસેવા છે. નાગરિકો સ્વસ્થ રહેશે તો સમાજ સ્વસ્થ રહેશે.’ 

સંતોએ કહ્યું હતું કે ‘આપણાથી કોઈનો જીવ બચતો હોય તો આપણે એમ કરવું જોઈએ.’ તસવીરમાં પ્લાઝમા ડોનેટ કરી રહેલા દિવ્યવિભાકર સ્વામી અને વિવેકભૂષણ સ્વામી જોવા મળે છે.

gujarat ahmedabad coronavirus covid19