ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાના ઝાડૂથી સાફ કર્યો રસ્તો અને શરૂ થઈ રથયાત્રા

01 July, 2022 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદમાં યાત્રાની શરૂઆત શુક્રવારે 1 જુલાઈથી શરી થઈ. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિધિસર પહિંદ વિધિ દ્વારા રથયાત્રાની શરૂઆત કરી છે. આ અવસરે તેમણે સોનાનાં ઝાડૂથી રસ્તો સાફ કર્યો.

ભૂપેન્દ્ર પટેલ (ફાઈલ તસવીર)

ગુજરાતના અમદાવાદમાં પણ પુરીની જેમ જ ભગવાન જગન્નાથ (Jagannath Rath Yatra 2022)ની યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં યાત્રાની શરૂઆત શુક્રવારે 1 જુલાઈથી શરી થઈ. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિધિસર પહિંદ વિધિ દ્વારા રથયાત્રાની શરૂઆત કરી છે. આ અવસરે તેમણે સોનાનાં ઝાડૂથી રસ્તો સાફ કર્યો.

અમદાવાદ (Ahmedabad) શહેરના 19 કિમી ક્ષેત્રમાં આ રથયાત્રા નીકળશે. જગન્નાથ મંદિરમાંથી શરૂ થઈને સરસપુર પહોંચશે, જેને ભગવાન જગન્નાથના મામાનું ઘર કહેવામાં આવે છે. ત્યાર બાદ પ્રેમ દરવાજાથી થતા આ પવિત્ર રથયાત્રા સાંજે પાછા જગન્નાથ મંદિર આવશે. આ પવિત્ર રથયાત્રામાં 17 હાથી યાત્રાની આગેવાની કરતા ચાલશે, તેની પાછળ 101 ટ્રકમાં ભગવાન જગન્નાથની લીલા તેમજ સનાતન ધર્મ સાથે જોડાયેલી અન્ય કથા પ્રસંગોની ઝાંખી ચાલશે, જેના પછી ભગવાન જગન્નાથ મોટા ભાઈ બળરામ તેમજ બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈને શહરેમાં ભ્રમણ કરશે.

કૉંગ્રેસ નેતાઓએ પણ કરી પદયાત્રા
કૉંગ્રેસની ગુજરાત એકમના નેતાઓએ ડિસેમ્બર મહિનામાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે ગુરુવારે પાર્ટીના મુખ્યાલયથી અહીં ભગવાન જગન્નાથ મંદિર સુધી પદયાત્રા (Jagannath Rath Yatra)કરી. આ કદાચ પહેલી વાર હતું રે રાજ્યમાં લગભગ 27 વર્ષથી સત્તામાંથી બહાર કૉંગ્રેસે પાલદી ક્ષેત્રમાં પોતાની ઑફિસથી જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિર સુધી રથ યાત્રા પહેલા આ રીતે યાત્રા કરી.

કૉંગ્રેસ નેતાઓએ 145મી રથયાત્રાના અવસરે લગભગ બે કિલોમીટરનો પ્રવાસ કરી 145 કિલોનો લાડવો મંદિરમાં ચડાવ્યો.

કૉંગ્રેસની ગુજરાત એકમના અધ્યક્ષ જગદીશશ ઠાકોરે મંદિર જતાં રસ્તામાં કહ્યું કે અમે ભગવાન જગન્નાથને 145 કિલોનો આ લાડવો અર્પણ કરશું અને આગામી ચૂંટણીમાં અમારી જીત માટે તેમના આશીર્વાદ લેશું. અમે ભગવાન સામે દેશને તાનાશાહીમાંથી મુક્ત કરવાની પણ પ્રાર્થના કરશું.

gujarat gujarat news bhupendra patel