રાજ્યમાં આજથી શરૂ થઈ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા

07 March, 2019 12:31 PM IST  |  રાજકોટ

રાજ્યમાં આજથી શરૂ થઈ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની શરૂઆત

ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓ માટે મહત્વની એવી બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. રાજ્યના 18 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પહેલા દિવસે પરીક્ષા આપવા માટે જનાર વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ 10નાં વિદ્યાર્થીઓ આજે ગુજરાતીનું પેપર આપી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામનાં મૂળ તત્વોનું પેપર છે.

વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે વર્ગખંડોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. સાથે જ સુપરવાઈઝર અને અન્ય પરીક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. કોઈપણ પેપર લીક ન થાય તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પરીક્ષાના સ્ટ્રેસથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ

આ વખતે ધોરણ 10, અને ધોરણ 12માં કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જેમાં ધોરણ 10માં 11,59,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સમાં 1,47,302 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

rajkot surat ahmedabad gujarat