ગુજરાત બોર્ડ SSC રિઝલ્ટઃ ફરી એક વાર સુરત સેન્ટરે કર્યો છે શ્રેષ્ઠ સ્કોર

09 June, 2020 10:55 AM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

ગુજરાત બોર્ડ SSC રિઝલ્ટઃ ફરી એક વાર સુરત સેન્ટરે કર્યો છે શ્રેષ્ઠ સ્કોર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ગઇ સાલ કરતા 6.33 ટકા પરિણામ ઓછું છે. આ વખતે પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી સારો દેખાવ કર્યો છે અને સુરત સેન્ટરનું પરિણામ 74.66 ટકા આવ્યું છે. દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ શહેરનું 65.51 ટકા અને ગ્રામ્યનું પહેલા કરતા ઊંચુ 66.07  ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાંથી દસમાં ધોરણની પરીક્ષા આપવા માટે કૂલ  813208 વિદ્યાર્થીઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાંથી 712148 જણાએ પરીક્ષા આપી હતી અને કૂલ 412805 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. અમદાવાદમાં ધોરણ દસની પરીક્ષામાં 39 કેદીઓ પણ હતા જેમણે પરીક્ષા આપી હતી. આ વખતે પહેલીવાર ગુણ ચકાસણી અને જૂલાઇમાં લેવાતી પૂરક પરીક્ષાનાં ફોર્મ ઓનલાઇન સ્વીકારાશે, આ પહેલીવાર થઇ રહ્યું છે, અત્યારે સાયન્સ સ્ટ્રીમમાં જવા માગતા વિદ્યાર્થીઓનાં ફોર્મ સ્વીકારાઇ રહ્યાં છે.

પરીક્ષાનું પરિણામ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. શાળામાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.

gujarat ahmedabad surat