બેટી બચાવોના નારા વચ્ચે 50 હજારમાં લગ્ન માટે વેચાઈ 10 વર્ષની બાળકી.

16 October, 2019 10:29 AM IST  |  અમદાવાદ

બેટી બચાવોના નારા વચ્ચે 50 હજારમાં લગ્ન માટે વેચાઈ 10 વર્ષની બાળકી.

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં ચિંતાજનક રીતે ઘટી રહેલા સેક્સ રેશિયો વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાંથી 10 વર્ષની બાળકીને અસારવાના 35 વર્ષના પુરૂષ સાથે પરણાવી દેવામાં આવી. એજન્ટે માતા-પિતા સાથે મળીને 50 હજાર રૂપિયામાં વેચી દીધી છે. બાળકીનો પતિ તેના પિતાથી તેનાથી માત્ર એક જ વર્ષ નાનો છે.

મહિલા ક્રાઈમ બ્રાન્ચના ACP કે એમ જોસેફના જણાવ્યા પ્રમાણે બાળકીને તેના સંબંધીના ઘરેથી બચાવવામાં આવી. તેનો ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી છે.

સામાજિક ન્યાય વિભાગના સુરક્ષા અધિકારીએ હડાદમાં ફરિયાદ દાખલ કરી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ તેની સામે કાયદાકીય કાર્રવાઈ કરવામાં આવી રહી છે. પાલનપુરના સામાજિક ન્યાય વિભાગને આ વીડિયો મળ્યો હતો. જેમાં ગોવિંદ ઠાકોર નામનો 35 વર્ષનો વ્યક્તિ બાળકી સાથે લગ્ન કરતો નજર આવી રહ્યો હતો.

વીડિયોની તપાસ કરવા માટે અધિકારીઓ દાંતાના ખેરમાલ ગામ પહોંચ્યા. બાળકીના પિતાએ તેને ઓળખી અને કબૂલ કર્યું કે તેમણે લગ્ન કરાવ્યા હતા. બે મહિના પહેલા, તેમણે બાળકીને જગમલ ઠાકોર નામના એજન્ટને બતાવી હતી અને તેના 50, 000 રૂપિયાના બદલામાં તેના લગ્ન કરાવવાનું નક્કી થયું હતું. લગ્ન ઑગસ્ટમાં થયા હતા.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર...

ફરિયાદ બાદ બાળકીના પિતા તેને ઘરે લઈ જવા માટે આવ્યા હતા પરંતુ ઠાકોરે તેનાથી ઈનકાર કર્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દોઢ લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી. જેમાં લગ્ન બાદ 1 લાખ ચુકવવાના હતા. ઠાકોરે તે પૈસા આપવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ એજન્ટે ખુદ વીડિયો વાયરલ કર્યો હતો. હાલ હડાદ પોલીસે બાળકીના પિતા, પતિ અને એજન્ટ સામે બાલ લગ્ન વિરોધી કાયદા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

gujarat ahmedabad