Gujarat: એવું પોલિંગ બૂથ જ્યાં થાય છે 100 ટકા મતદાન, માત્ર એક વ્યકિત આપે છે મત

01 December, 2022 03:42 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

પહેલા ચરણમાં વોટિંગ માટે ચૂંટણી પંચ તરફથી 14 હજારથી વધારે પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષાનું બંધોબસ્ત છે અને લોકો ઈવીએમ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીના (Assembly Election) પહેલા ચરણનું મતદાન ચાલુ છે. ગુજરાતમાં (Gujarat) આજે 89 વિધાનસભા સીટ (89 Assembly Seat) પર વૉટિંગ (Voting) થઈ રહી છે. પહેલા ચરણમાં વોટિંગ (Voting) માટે ચૂંટણી પંચ (Election Commission) તરફથી 14 હજારથી વધારે પોલિંગ બૂથ (Poling Booth) બનાવવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષાનું બંધોબસ્ત છે અને લોકો ઈવીએમ  (EVM) દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું પોલિંગ બૂથ પણ દરવખતે બનાવવામાં આવે છે જ્યાં અનેક વારથી માત્ર એક જ શખ્સ વૉટિંગ માટે આવે છે. આ  કારણે અહીં દર વખતે 100 ટકા મતદાન થાય છે. આ વિશે જાણો વધુ...

પોલિંગ બૂથ પર ફક્ત 1 વ્યક્તિ કરે છે વોટિંગ
જણાવવાનું કે ગુજરાતના ગિર સોમનાથ જિલ્લામાં એક એવો પોલિંગ બૂથ બનાવવામાં આવે છે જ્યાં માક્ષ એક વોટર મતદાન કરે છે. આ વોટરનું નામ સંત હરિદાસ બાપુ છે. સંત હરિદાસ બાપૂએ આજે ગિર સોમનાથ જિલ્લામાં બનાવવામાં આવેલા આ અનોખા બૂથ પર પોતાનો મત આપ્યો છે.

જંગલની વચ્ચે બન્યું પોલિંગ બૂથ
જાણી લો કે ભારત દેશમાં આ એકમાત્ર એવો બૂથ છે જંગલ વચ્ચે ફક્ત એક વ્યક્તિના મત માટે બનાવવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ પણ છે કે જંગલ વચ્ચે બનેલા બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપૂના વોટ નાખવા માટે 15 સભ્યના ચૂંટણી કર્મચારી વિધિવત એક બૂથ બનાવે છે.

પોલિંગ બૂથ પર થઈ 100 ટકા વોટિંગ
નોંધનીય છે કે સંત હરિદાસ બાપૂ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ક્યારેય ભૂલતા નથી. કોઈ બૂથ પર કેટલા ટકા મત અપાયા તેની ગણતરી ચૂંટણી પંચ દ્વારા વોટિંગ બાદ થાય છે, પણ આ બૂથના વોટની ટકાવારી કોઈનાથી છુપાયેલી રહેતી નથી. બધાને ખબર જ હોય છે કે આ અનોખા બૂથ પર 100 ટકા મતદાન થશે કારણકે હરિદાસ બાપુ અહીં એકલા મતદાર છે.

આ પણ વાંચો : "મને ગાળ દેવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા" PM મોદીનો કૉંગ્રેસ પર વાર

માહિતી પ્રમાણે, બાણેજના જંગલમાં આવનારા કર્મચારીઓ માટે હરિદાસ બાપૂ પોતે રહેવાની અને ખાવાની વ્યવસ્થા કરે છે. સંત હરિદાસ બાપૂ પોતાનો મત આપી ચૂક્યા છે અને આની સાથે જ બાણેજ બૂથ સો ટકા મતદાનવાળો રાજ્યનો પહેલો બૂથ બન્યો છે.

gujarat election 2022 gujarat elections gujarat news gujarat