Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > "મને ગાળ દેવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા" PM મોદીનો કૉંગ્રેસ પર વાર

"મને ગાળ દેવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા" PM મોદીનો કૉંગ્રેસ પર વાર

01 December, 2022 01:42 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મને ગાળ દેવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા. એક રામભક્તને રાવણ કહેવું અયોગ્ય છે." તેમણે કહ્યું કે જેટલી કિચડ ઉછાળશો કમળ એટલું જ ખીલશે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

Gujarat Election 2022

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) પહેલા ચરણનું વૉટિંગ (Gujarat Voting) ચાલુ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજ્યમાં બીજા ચરણ માટે ચૂંટણી રેલી (Election Rally) કરી રહ્યા છે. તેમણે ગુજરાતના કલોલમાં (Kallol) જનસભા સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ (Prime Minister Modi) કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના (Congress Mallikarjun Karge`s Statement) રાવણવાળા નિવેદન પર જવાબ આપ્યો છે.

પીએમ મોદીએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાવણ વાળા નિવેદન પર વિપક્ષ સામે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીને તો રામસેતુ સામે પણ નફરત છે. કૉંગ્રેસમાં પીએમ પદને નીચું બતાવવા માટે કૉમ્પિટિશન ચાલી રહી છે કે કોઈ સૌથી વધારે ગાળો ભાંડી શકે છે. મને ગાળ દેવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા. એક રામભક્તને રાવણ કહેવું અયોગ્ય છે." તેમણે કહ્યું કે જેટલી કિચડ ઉછાળશો કમળ એટલું જ ખીલશે.



પીએમ મોદીએ કહ્યું, "થોડાંક દિવસ પહેલા કૉંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે મોદી કુતરાની મોત મરશે, બીજાએ કહ્યું મોદી હિટલરની મોત મરશે. કોઈ રાવણ કહે છે તો કોઈ કૉકરોચ કહે છે." તેમણે કહ્યું, "ગુજરાતે મને જે તાકાત આપી છે, તેથી કૉંગ્રેસ પરેશાન છે. કૉંગ્રેસના એક તેના અહીં આવ્યા અને કહ્યું અમે આ ચૂંટણીમાં મોદીને તેમની ઔકાત બતાવશું. કૉંગ્રેસને લાગ્યું કે હજી કંઈ કહેવાની જરૂર છે, આથી તેમણે ખડગેને અહીં મોકલ્યા. હું ખડગેનું સન્માન કરું છું, પણ તેમણે એ જ કહેવું પડ્યું હશે જે તેમને પૂછવામાં આવ્યું હતું. કૉંગ્રેસને નથી ખબર પડતી કે ગુજરાત રામભક્તોનું રાજ્ય છે. અહીં તેમણે કહ્યું કે મોદી 100 માથાવાળો રાવણ છે."


ખડગેએ શું કહ્યું હતું?
જણાવવાનું કે ગુજરાતમાં સોમવારે એક ચૂંટણી રેલીનું સંબોધન કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વડાપ્રધાન બધી ચૂંટણીમાં લોકોને તેમનો ચહેરો જોઈને વૉટ આપવા કહે છે. ખડેગેએ પૂછ્યું હતું, "શું તમે રાવણની જેમ 100 માથાવાળા છો." ખડગેની ટિપ્પણીને ભાજપે ગુજરાતના લોકોનું અપમાન જાહેર કર્યું છે.

ખડગેએ જનસભામાં કહ્યું, "શું મોદી આવીને મ્યૂનિસિપાલટીના કામ કરવાના છે. મુશ્કેલીના સમયમાં મદદ કરવાના છે. તમે તો પ્રધાનમંત્રી છો. તમને કામ આપવામાં આવ્યું છે તે કામ કરો. તે છોડીને મ્યૂનિસિપલ કૉર્પોરેશન ઇલેક્શન, એમએલએ ઇલેક્શન... દરવખતે પોતાની જ વાત કરો છો. તમે કોઈને જુઓ જ નહીં, મોદીને જોઈને વોટ કરો. તમારો ચહેરો કેટલીવાર જોઈએ. કૉર્પોરેશન ઇલેક્શનમાં પણ તમારો ચહેરો જોવાનો, એમએલએ ઇલેક્શનમાં પણ તમારો ચહેરો જોવાનો. એમપી ઇલેક્શનમાં પણ તમારો ચહેરો જોવાનો. દરેક જગ્યાએ. કેટલા છે ભાઈ... શું તમારા રાવણ જેવા 100 માથા છે કે. સમજાતું નથી."


મધુસૂદન મિસ્ત્રીએ કહી હતી ઔકાત બતાવવાની વાત
જ્યાં મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી માટે 100 મોઢાવાળાં રાવણવાળું નિવેદન આપ્યું હતું. તો, થોડાક દિવસ પહેલા કૉંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીના નામ પર એક સ્ટેડિયમનું નામ બદલવાની વાત કરતા કહ્યું હતું, "અમે મોદીજીને તેમની ઔકાત (સ્થિતિ) બતાવવા માગીએ છીએ." પીએમ મોદીએ આજની રેલીમાં બન્ને નેતાઓને જવાબ આપ્યો.

પીએમએ રાજ્ય સરકારના કર્યા વખાણ
પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોઈએ નહોતું વિચાર્યું કે ભારત મોબાઈલ ફોનમાં આટલી ક્રાંતિ લાવશે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો હતો, ત્યારે ત્યાં મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટ્રી હતી, આજે 200થી વધારે છે.

રેકૉર્ડ તોડ વૉટિંગની કરી અપીલ
પીએમ મોદીએ જનતાને પહેલાના બધા રેકૉર્ડ તોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં એકવાર ફરીથી કમળનું ફૂલ ખીલવું જોઈએ. હું ગુજરાતનો દીકરો છું. આ રાજ્યએ મને જે ગુણ આપ્યા છે, ગુજરાતે મને જે તાકાત આપી છે, જે ગુણ ગુજરાતે મને આપ્યા છે, તેનાથી જ હવે આ કૉંગ્રેસીઓને પરેશાન કરી રહ્યો છું.

આ પણ વાંચો : Gujarat Election:રિવાબાના સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પરિવાર વિખવાદ પર આપ્યું નિવેદન

આજે અમદાવાદમાં કાઢશે 50 કિલોમીટરનો રોડ શૉ
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અત્યાર સુધીનો દેશનો સૌથી લાંબો રોડ શૉ કાઢવા જઈ રહ્યા છે. બીજેપીના અભિયાનના અંતિમ પડાવ હેઠળ પીએમ નરેન્દ્ર મોદી ગુરુવાર સાંજે અમદાવાદમાં 50 કિલોમીટરના રોડ શૉનું નેતૃત્વ કરશે. પીએમ મોદીનો રોડ શૉ 3.30 વાગ્યે શરૂ થશે જે લગભગ 9.45 વાગ્યે ચાંદખેડામાં પૂરો થશે. આ રોડ શૉ નગરપાલિકા સીમા સાથે જોડાયેલ બધા વિધાનસભા ક્ષેત્રો પાસેની નીકળશે.

5 ડિસેમ્બરના રાણીપ ક્ષેત્રમાં આપશે મત
શનિવાર ચૂંટણી પ્રચાર પૂરું થવાના પહેલા બે દિવસમાં મોદીના વ્યસ્ત કાર્યક્રમમાં સાત રેલીઓ સામેલ છે. પીએમ મોદી 5 ડિસેમ્બરના અમદાવાદના રાણીપ ક્ષેત્રમાં મતદાન કરવા માટે ગુજરાત પાછા આવશે.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 01:42 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK